ધારાસભ્યના પ્રતિનિધિ અને વિધાનસભા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)ના હસ્તે ખાતમુહૂર્ત.

Loading

 

ગોંડલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,બાંધકામ ચેરમેને અમૃત યોજના અતગૅત હેઠળ વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યા

રૂ.૫૩ કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર શહેરના લોકોને શુધ્ધ પાણી અને દરરોજ પાણી મળી રહે તે માટે ૩૦ કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટનું ખાતમુહૂર્ત ૪ સ્થળોએ ૪૨ લાખ લીટર અંડરગ્રાઉન્ડ સંપ, ૨૦ લાખ લીટર ઓવરહેડ ટેંક, ૩ એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટ, ડી. આઈ. પાઈપ લાઈન, પીવીસી પાઈપ તથા પમ્પ રૂમ-૫, પમ્પીંગ મશીનરી, કમ્પાઉન્ડ વોલ, ફલો મીટર ટાંકી રીપેરીંગ નો સમાવેશ તેમજ શહેરમાં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાકી છે

તેવા વિસ્તારોમાં અમૃત યોજના ૨.૦ અંતગૅત ૧૭ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત
.જેમાં ૩૦ કી.મી. ભૂગભૅ લાઈન, ૬૪૦૦ હાઉસ કનેકશન નો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત શહેરમાં ભારે વરસાદથી નુકશાન પામેલ રસ્તાઓને રિ-સરર્ફેશ કરવા માટે રૂા.૨.૦૦ કરોડની ગ્રાંટના ખાતમુર્હુત જેમાં મોવીયા રોડ, કોલેજ ચોક,લાલ પુલ અને જીઆઈડીસી સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ શહેરમાં અમૃત યોજના અંતગૅત આશાપુરા બગીચાને ડેવલોપ કરવા માટે રૂા. ૩ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત રવામાં આવ્યુ હતું .

આ સાથે ભારે વરસાદથી ભગવતપરા નદી કાંઠે રીટેઈનીંગ વોલ પડી જવાથી તે રીટેઈનીંગ વોલ આર.સી.સી.બનાવવા માટે ૧૫ મુ નાણાંપંચ યોજના અંતગૅત રૂ.૧.૩૮ લાખ ના ખર્ચે ખાતમુહૂત કરવામાં આવ્યુ હતું

વિવિધ કામોના ખાત મુહૂર્ત ગોંડલ નગર પાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, વોટર વર્કસ ચેરમેન શૈલેશભાઈ રોકડ સિનિટેશન શાખા ચેરમેન રમેશભાઈ સૌંદરવા વિજળી શાખા ચેરમેન મનીષભાઈ રૈયાણી,બાગબગીચા ચેરમેન ઊર્મિલાબેન નિલેશભાઈ પરમાર,ભૂગર્ભ ચેરમેન જીગ્નેશભાઈ ઠુમર, નાગરીક બેક ચેરમેન અશોકભાઈ પીપળીયા શહેર પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા તેમજ નગરપાલિકાના તમામ સદશ્યો સહિત ભાજપ ના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા શહેરના વિવિધ કામોના કરોડો રૂપિયાનાં ખાત મુહૂર્ત વેળાએ હાજર રહી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

error: Content is protected !!