ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો: જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સો ઝડપાયા.

Loading

ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો ’તો: પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો

ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો પાડી જુગાર રમતાં જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સોને પકડી પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂ.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો હોવાનું ખુલ્યું હતું.

દરોડાની વિગત મુજબ, ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઈ એ.સી.ડામોરની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર વાળા, મહાવીર બોરીચા, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા, હરેશ લુણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે ગોંડલ મોટી બજાર મતવાના ઢોરે રહેતો જાવેદ નીશાર નાગાણી નામનો શખ્સ મેમણ જમાતખાનામાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ઘોડી પાસાનો જુગાર રમાડતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે

સ્ટાફે દરોડો પાડી ગોંડલ માંડવી ચોકથી ઘેરી દરવાજા, નાની બજારમાંથી જમાતખાનામાં પ્રવેશ કરી તેમાં સીડી વાટે ઉપર જતા એક મોટો હોલમાં પ્રવેશ કરતાં ત્યાં ૧૭ શખ્સો ઘોડીપાસાના ફેકવાના પાસા, રોકડ રૂપીયા સાથે ઘોડીપાસાનો પૈસાની હારજીતનો જુગાર રમતા જોવા મળતાં તમામ જુગારીઓને બેસાડી નામ પૂછતાં જાવેદ નીશાર નાગાણી, નાસીર ડાડાભાઈ ખીરાણી (રહે.ગોંડલ પાંજરાપોળ મતવાવાડ), સુનીલ પરષોતમ જાદવ (રહે,જેતપુર જીન પ્લોટ ખોડપરા હનુમાન મંદિર પાસે), રમઝાન ઉર્ફે ભોપલો રજાક ગોરી (રહે. ગોંડલ ગુંદાળા દરવાજા પાસે), જોનીભાઈ કીરીટભાઈ બાટવીયા (રહે.ગોંડલ વોરા કોટડા રોડ આવાસ ક્વાર્ટર નં. ૪૬૦), દર્શન વીનુ ખાચરીયા (રહે જેતપુર દેસાઈ વાડી શેરી નં. ૫), અખ્તર સીદીક મુસાણી (ઉ.વ. ૪૦),(રહે.જેતપુર જીનપ્લોટ ખોડપરા હનુમાન મંદીર પાસે), સાહીદ ઇસ્માઇલ લાખાણી,(રહે જેતપુર જીનપ્લોટ ખોડપસ શેરી નં. ૦૫), રઇસ અસરફ ભીખરાણી (રહે જેતપુર રોડ સ્વામીનારાયણ મંદીર પાસે), મુખ્તાર સીદીક ખીરાણી (રહે.ગોંડલ મોટી બજાર મતવાવાડ), અહેમદ હાસમ ખીરાણી (રહે.ગોંડલ પાંજરાપોળ મતવાના ઢોળો), નઝીર ગની રફાઈ (રહે. જેતપુર નાના ચોક તકીયા શેરી), વિશાલ બાબુ માંધાણી (રહે.જેતપુર ખોડપરા ગોપાવાડી એચ- ૭), હમીદમીયા ઇંદરીસમીયા નાગાણી (ઉ.વ.૪૦), નઇમ અસરફ મારફતીયા (રહે. જેતપુર જગાવાળા ચોરા મુક્તી શેરી), હુસેન ઉર્ફે ગંભો જુમા (રહે ગોંડલ ભગવતપરા શેરી નં. ૩૩/૧૨), જાવેદભાઈ નીશારભાઈ નાગાણી (રહે ગોંડલ મોટી બજાર મતવાના ઢોરે પાસે), રજાક મામદ દલવાણી (રહે. ગોંડલ ભગવતપરા ગેઇટવાળી શેરી) હોવાનું જણાવ્યું હતું.પોલીસ સ્ટાફે જુગાર રમતાં ૧૭ શખ્સોને પકડી રોકડ રૂ.૧.૦૨ લાખ અને ૧૫ મોબાઈલ મળી રૂ.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!