ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી : ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપી પાડ્યા.
![]()
ગઈ કાલે ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી છે અને ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
રાજકોટ રૂરલ SOG બ્રાન્ચના PI એફ.એ.પારગી, PSI બી.સી.મીયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI જયવિરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ અને અરવિંદભાઈ દાફડાને
હકીકત મળતા ઉમવાડા ચોકડી પાસે આવેલ લોખંડનાં ઓવરબિજ પાસે
સંજુ દિપકભાઈ વાઘેલા રહે જેતપુર અને મહેન્દ્રભાઈ ઉર્ફે રાજેશ હલીયાભાઈ કટારા રહે ઝેર, રાજસ્થાન વાળાને 5.749 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો, બે મોબાઈલ મળી કુલ 61,490/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. અને ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ, એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાચદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રૂરલ SOG PI એફ.એ.પારગી, PSI બી.સી.મિયાત્રા, ASI જયવિરસિંહ ચંદુભા રાણા, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, અમીતભાઈ અશોકભાઈ કનેરીયા, સંજયકુમાર ભગવાનદાસ નિરંજની તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઈ નાથાભાઈ દાફડા, પ્રહલાદસિંહ ભગવાનસિંહ રાઠોડ, શિવરાજભાઇ ભાણાભાઈ ખાચર તથા પો.કોન્સ રઘુભાઈ દેવાભાઈ ઘેડ, વિજયગીરી રસીકગીરી ગોસ્વામી, ચિરાગભાઈ વાલાભાઈ કોઠિવાર તથા ડ્રા.એ.એસ.આઇ અમુભાઈ ગગુભાઈ વીરડા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા












