પ્રેમ સંબંધ ‌મામલે કુટુંબી ભાઈઓ દ્વારા જ નિર્મમ હત્યા હળવદ ના વેગડવાવ ગામે ૨૨ વર્ષીય યુવાન ને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં એ ગુરુવારે રાત્રે  વેગડવાવ ગામનો ૨૨ વર્ષના વિક્રમભાઈ હરિભાઈ કોળી સુતો હતો ત્યારે  તેમના કુટુંબીજ ત્રણભાઈઓપ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરે ના ‌પટાગણમા  ધસી ગયા ‌અને વિક્રમ સુતો હતો ત્યારે  મહાદેવભાઈ કાનજીભાઈ પીપળીયા (કોળી ) ગટાભાઈ કાનજીભાઈ પિપળીયા. દિનેશભાઈ કાનજીભાઈ  પીપળીયા.સહિત ના ત્રણ શખ્સોએ  પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.


 ત્યારે વિક્રમભાઈ પર પંટ્રોલ  છાંટી સળગાવતા ‌શરીર પર ગંભીર ઈજા પહોંચતા  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે અને હોસ્પિટલ  ખાતે દોડી ગયા હતાં ગંભીર હાલતમાં વિક્રમભાઈ ને સારવાર માટે‌ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન હોસ્પિટલ મોત નીપજયું હતુ‌.
 ત્યારે મૂતક વિક્રમભાઈના પિતા હરેશભાઈ પીપળીયાએ હળવદ પોલીસમાં જણાવ્યું હતું કે મારા દીકરાને અમારા કુટુંબીજ ત્રણ ભાઈઓએ પેટ્રોલ છાંટીને સળગાવીને ‌ મોત નિપજાવેલ છે ત્યારે આ અંગેની ત્રણ શખ્સો ઓ સામે મૃતકના પિતાએ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી‌આ અંગેની‌  વધુ તપાસ હળવદ પોલીસસ્ટેશનના પી આઈ પી એ  ‌દેકાવાડીયા ચલાવશે.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!