ડો.આંબેડકર નિર્વાણદિનનાં ગોંડલ માં સમતા સૈનિકદળ દ્વારા મહારેલી અને ધમ્મ સભા યોજાઈ : પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત.

Loading

ડો.બાબાસાહેબ આંબેડકરના 68 માં નિર્વાણદિન નિમિતે સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા ગોંડલ માં સૌપ્રથમવાર મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં ડો.આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. બાદમાં પગપાળા અને બાઇક રેલી યોજાઈ હતી. રેલીમાં બાળકો, મહિલાઓ, અને પુરૂષો રેલીમાં જોડાયા હતા અને રેલી પૂર્ણ થયા બાદ કોલેજ ચોકમાં ઘમ્મ સભા યોજાઈ હતી.

કોઈ અચ્છનિય બનાવ ના બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સમતા સૈનિક દળ દ્વારા સવારે 9 કલાકે જેતપુર રોડ સાંઢીયાપુલ થી મહારેલી પ્રસ્થાન થઈ હતી જે ત્રણખુણીયા, જેલચોક, ઉધોગભારતી ચોક, પાંજરાપોળ થઈ ભગવતપરા મેઇનરોડ, હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવીચોક, કડીયાલાઈન થઈ ડો.આંબેડકર ની પ્રતિમાએ પહોચી હતી અને ડો આંબેડકરની પ્રતિમા ને સલામી આપી હતી અને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ત્યાંથી ગુંદાળા દરવાજા, કૈલાશબાગ રોડ, બસસ્ટેન્ડ ચોક, પેલેસ રોડ થઇ કોલેજચોક પહોચી સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પોહચી હતી અને ધમ્મસભા નું આયોજન કરાયુ હતું.

સમતા સૈનિક દળના ગુજરાત પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું કે સમતા સૈનિક દળ ની સ્થાપના ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરાઇ હતી. શિક્ષિત, સંઘર્ષ અને સંગઠનનાં ત્રણ સુત્રો સાથે સમતા સૈનિક દળ દેશભરમાં ફેલાયું છે જે ડો.આંબેડકર ની વિચારધારાનો ફેલાવો કરી રહ્યુ છે.
દિનેશભાઈ મકવાણા તથા સંચાલક, માર્ગદર્શક ભનુભાઇ ચૌહાણે જણાવ્યું કે સમતા સૈનિક દળ ની શરુઆત ગોંડલ થી થઇ છે.જે ગુજરાતભર માં પંહોચતી કરાશે.


ધમ્મ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને ડો. આંબેડકર ની વિચારધારા થી માહિતગાર કરવામાં આવ્યા હતા.


સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા મહારેલી અને ધમ્મસભા નું આયોજન કરાયું હતું જેમાં રેલીના રૂટ પર અને સભા સ્થળ સહિતના સ્થળ પર 1 DYSP, 3 PI, 5 PSI, હોમગાર્ડ સહિત 250 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત LCB અને SOG બ્રાન્ચ સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

error: Content is protected !!