નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મેયર દ્વારા મંત્રીશ્રી રાધવજી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજકોટ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓ દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે. ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ના મંદિર ને નુકસાન પહોંચાડે છે અને બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે.
ત્યારે બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓ ને બહુમતી ધરાવતા આપણા દેશ પાસે ઘણી આશાઓ છે.તે જોઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ આજ રોજ રાજકોટ ના મેયર તથા મેયર દ્વારા ગુજરાત સરકાર મંત્રીશ્રી રાધવજી પટેલ મંત્રીશ્રી ભાનુંબેન બાબરિયા ને મેયર દ્વારા આવેદન પત્ર સંસ્થા ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા એ પાઠવ્યું હતું