સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી.
સાવરકુંડલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિંદુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ના લોકો માટે વધતા અત્યાચાર માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો અને હિંદુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. ધર્મ પરના હુમલાને રોકવાની જરૂરી છે સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે, ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે. તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ.
મૌન રેલી બાદ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવીને સાવરકુંડલાના હિંદુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી. આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલાના સમસ્ત હિંદુ સમાજ તેમજવિવિધ હિંદુ સંગઠનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.