ગોંડલ ની સેવાકીય સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ રક્ત ની અછત વચ્ચે દર્દીઓ ની વહારે દોડ્યુ:રક્તદાન શિબિર નું કરાયુ આયોજન:160 બોટલ રક્ત એકત્રીત થયુ:સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન પણ કરાયુ.

Loading

ગોંડલ શહેર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષો થી તબીબી અને સામાજીક સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ નાં પ્રાંગણ માં રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયુ હતું.જેમા રક્તદાતાઓ ઉમટી પડતા 160 બોટલ રક્ત એકત્રીત થયુ હતુ.અને સો થી વધુ દર્દીઓ નું નિદાન કરાયુ હતું.

મિશ્રરુતુ ને કારણે હાલ ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિત ની ફરિયાદ સાથે દર્દીઓ થી હોસ્પિટલો ઉભરાઈ રહ્યા છે.આવા સંજોગો માં હોસ્પિટલો માં રક્ત ની જરુરીયાત ઉભી થવા પામી હોય બ્લડબેંક માં રક્ત ની અછત હોય પરિસ્થિતિ ગંભીર થવા પામી હતી.આ અંગેની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં પ્રમુખ દિનેશભાઈ માધડ ને થતા ટ્રસ્ટ નાં સદસ્ય તથા તેમના ભત્રીજા જયભાઈ માધડ નાં જન્મદિવસ નિમિતે ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરાયુ હતુ.સાથે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો.સાથોસાથ માધડ પરીવાર નાં સ્વ.રાજુભાઇ માધડ ને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.જેમાં નગરપાલિકાનાં પુર્વ સદસ્ય અનિલભાઈ માધડ, પ્રદિપ ભાઇ માધડ, ક્રિષ્ના માધડ સહિત પરીવાર ઉપસ્થિત રહ્યો હતો.

રક્તદાન શિબિર માં ધારાસભ્ય નાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા,નગરપાલિકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,પીઢ આગેવાન પૃથ્વીસિહ જાડેજા,માર્કેટ યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા,સાવનભાઈ ધડુક, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી ભરતભાઇ ઢોલરીયા,

ભાજપ મહામંત્રી સમીરભાઈ કોટડીયા,યુવા ભાજપ નાં જયદીપસિહ જાડેજા,જીગરભાઈ સાટોડીયા,નગરપાલિકા સદસ્ય રુષિરાજસિંહ જાડેજા,આશીફભાઈ ઝકરીયા, મનીષભાઈ રૈયાણી, કૌશિકભાઈ પડારીયા,જાણીતા તબલાવાદક ઉમેશભાઇ પરમાર, વરીષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા,ડો.આંબેડકર ઉત્સવ સમિતિ નાં મહેન્દ્રભાઈ સોલંકી સહીત દલીત સમાજનાં આગેવાનો, લોકસાહિત્યકાર હરદેવભાઇ આહીર, હોસ્પિટલ નાં ઇન્ચાર્જ અધિક્ષક ડો.માલામેડમ, પુર્વ અધિક્ષક ડો.વાણવી, મેડિકલ ઓફિસર ડો.પ્રતિક જોશી,વહીવટી વિભાગ નાં શાંતાબેન પરમાર, વિપુલભાઈ મારડીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પ ને સફળ બનાવવા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં પ્રમુખ દિનેશભાઈ માધડ, ઉપપ્રમુખ અલ્પેશભાઈ આચાર્ય તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.
આસ્થા બ્લડબેંક તથા ડો.વાડોદરીયા હોસ્પિટલ ની ટીમે સેવા આપી હતી.

error: Content is protected !!