ગોંડલ ની ઐતિહાસિક ધરોહર સમી સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં બિલ્ડીંગ ને બચાવવા અને જાળવણી કરવા ભગવત પ્રેમી યુવાન ની રજુઆત:જાળવણી નાં અભાવે બિલ્ડીંગ જર્જરીત બની રહ્યુ છે.

Loading

ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા અને પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહ નાં સંભારણાસમી ઐતિહાસિક સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું બેનમુન બિલ્ડીંગ યોગ્ય જાળવણી નાં અભાવે જર્જરીત થઇ રહ્યા ની રજુઆત ગોંડલ નાં જાગૃત નાગરિક અને ભગવત પ્રેમી વિજયભાઈ પરમારે પ્રાંત અધિકારી, જીલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ કરી ગોંડલ ની ધરોહર સમી આ ઇમારત ની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યા ની વેદના વ્યક્ત કરી હતી.
વિજયભાઈ પરમારે રજુઆત માં જણાવ્યુ કે મહારાજા ભગવતસિહજી એ તેમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થેમ્સ નદીનાં કિનારે આવેલી ઇટોન કોલેજ ની પ્રતિકૃતિ સમી સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું નિર્માણ ૧૮૮૭ માં ગોંડલ માં ગોંડલી નદીનાં કિનારે કર્યુ હતુ.૧૩૭ વર્ષ થી ઇતિહાસ ને સંઘરી ઉભેલી આ ઐતિહાસિક ઇમારત ની યોગ્ય જાળવણી થતી ના હોય ધીમે ધીમે જર્જરીત થઇ રહીછે.જે દુખ ની વાત છે.આ બિલ્ડીંગ ની પુરી સાફ-સફાઈ પણ નથી થઇ રહી.સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં બિલ્ડીંગ માં કુલ ૨૪ રુમ આવેલા છે.

જે પૈકી હાલ હાઈસ્કૂલ માટે નીચેના ભાગે માત્ર પાંચ રુમ કાર્યરત છે.આ પાંચ રુમ પુરતી સફાઈ થઈ રહીછે.બાકીનુ બિલ્ડીંગ સફાઈ વિહોણુ રહેતુ હોય ખંઢેર જેવી હાલત બનવા પામીછે.
તંત્ર દ્વારા ઐતિહાસિક ધરોહર સમી આ બિલ્ડીંગ ની માવજત કરવા માં ઉદાસીનતા દાખવાઇ રહીછે.અમુલ્ય વારસા ની સાર સંભાળ રાખવા માં તંત્ર નિષ્ફળ ગયાનું જણાવી વિજયભાઈ પરમારે આ મુદ્દે ગંભીરતા દાખવી તાકીદે યોગ્ય કરવા જણાવાયુ છે.

error: Content is protected !!