અજાણ્યાં યુવાન નો કુવામાંથી મૃતદેહ મળ્યો:કોહવાયેલી હાલત હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડો:હત્યા કે આત્મહત્યા અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.
ગોંડલ નાં ગુંદાળા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર માં આવેલાં કુવામાંથી આશરે 35 વર્ષ નાં અજાણ્યાં યુવાન નો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ નાં મયુરસિંહ રાણા ઘટના સ્થળે દોડી જઇ કુવા માંથી મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.મૃતદેહ કોહવાયેલી હાલત માં હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો.
અજાણ્યા યુવાન નો મૃતદેહ બે ત્રણ દિવસ થી કુવામા હોય તેવું અનુમાન છે.યુવાને આત્મહત્યા કરી કે કોઇ એ હત્યા કરી કુવામાં લાશ ફેકી દીધી તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે.