ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટના : બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લીધા: એક મહીલા ઇજાગ્રસ્ત: કાર દિવાલ સાથે અથડાઇ: કાર ચાલક નાશી છુટ્યો.
સવારે 7. 45 વાગ્યે ઘટના બની જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રફતારના રાજાઓ અવારનવાર અકસ્માતો સર્જી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગોંડલ માં બનીછે.ગોંડલ નાં જેલચોકમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના માં બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા ચાલક મહીલા તથા બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. ઇજાગ્રસ્ત મહીલા ને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.અકસ્માત સર્જી કાર ચાલક નાશી છુટ્યો હતો.જ્યારે કાર દિવાલ સાથે અથડાઇ ઉભી રહી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સવાર નાં પોણા આઠ નાં સુમારે શહેર નાં જેલચોક માં પુરપાટ ધસી આવેલાં જીજે 5 સીએલ 4891 નંબર ની બેકાબૂ અલ્ટો કાર ચાલકે રસ્તા પર બે લારીઓ સાથે મહીલા કોલેજ માં ફરજ બજાવતા એક્ટિવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી.
રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્ટેન્ડ પાસે આવેલી મહીલા કોલેજ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રશ્મિબેન ને ઇજાગ્રસ્ત હાલત માં ગોંડલ સિવિલ હોસ્પિટલ માં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.હિટ એન્ડ રન ની ઘટનાને પગલે જેલચોક માં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.
જેલચોક વિસ્તાર ટ્રાફિક થી ધમધમતો હોય જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત.
ઘટનાની જાણ થતા A ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પંહોચી નાશી છુટેલા કાર ચાલક ને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.