ગોંડલના ગોડાઉનમાંથી ૧૫.૮૦ લાખનો દારૂ ઝડપાયો : બેની ધરપકડ.

Loading

ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ વખતે એલસીબી ત્રાટકી ૨૭૭૨ બોટલ દારૂ કબજે બોલેરો ચાલક સહિત ત્રણ આરોપીની શોધખોળ

ગોંડલ ગોંડલના ભોજપરા ગામે નામી ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ રસમયે રાજકોટ એલસબીની ટીમે દરોડો પાડીને રૂ.૧૫.૮૦ લાખનો ૨૭૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડીને બેની ધરપક્ડ કરી છે. જ્યારે ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી છે

ગોંડલ નજીક ભોજપરાની સીમમાં એક ગોડાઉનમાં રાજકોટ રૂરલ એલસીબીની ટીમે મધરાતે દારૂના કટિંગ વખતે જ દરોડો પાડયો હતો અને ૧૫.૮૦ લાખની કિંમતની ૨૭૭૨ દારૂની બોટલો ઝડપી લીધી હતી. અહીં મજુર તરીકે કામ કરતા કૈલાશ ખીચડ અને જલારામ ખીલેરીની ધરપકડ કરાઈ હતી. જયારે અન્ય આરોપી પ્રકાશ ઉર્ફે સત્યા બિશ્નોઈ, નારાયણસિંહ પદમસિંહની શોધખોળ હાથ ઘરી હતી. ઉપરાંત જીજે -૩૩-ટી ૩૩૪૬ નંબરના બોલેરો પીકઅપના માલીકની પણ શોધખોળ હાથ ધરાઈ છે. બોલોરો, દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન સહિત રૂ.૨૦.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ચુના પાવડરના બાચકાની આડમાં દારૂની પેટીઓ ગોઠવતી હતી  રાજકોટ જૂનાગઢ સહિતના જિલ્લામાં રાપ્લાય થતી હોવાનું અનુમાન છે.

પોલીસ ફરિયાદમાં એલ.સી.બી.એ જણાવ્યા મુજબ, એલસીબી સ્ટાફ ગોંડલ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રાત્રે ૧૨.૪૦ વાગ્યે બાતમી મળેલ કે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં ગોંડલ રાજકોટ હાઇવે રોડ પર આવેલ ગેલેક્સી પેટ્રોલપંપ પાછળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ શ્રી જોગમાયા ગોડાઉન નં.૩ માં અમુક માણસો વિદેશી દારૂના જથ્થા ની હેરફેર કટિંગ કરે છે. દારૂનું કટિંગ ચાલુ છે. તેવી હકિકત તુરંત જ બે પંચોને સાથે રાખી રાત્રે ૧.૧૦ વાગ્યે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોડાઉનનું શટર ખુલુ હોય તેમાં એક વાહન ઉભું હતું. બે ઈસમો વાહનમાં પુઠાના બોકસ ભરતા હોવાનુ જોવામાં આવેલ. બન્ને ઇસમોને કોર્ડન કરી લેવાયા હતા. ગોડાઉન ખાતે હાજર શખ્સો કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખીચડ (ઉ.વ.૨૨ રહે. બાધા, બીશ્નોઈ કી ધાણી, તા. શેડવા જી. ભાડમેર રાજ્ય. રાજસ્થાન હાલ. રહે.

ગોંડલ ગુંદાળા રોડ એસ્ટોન સીનેમા પાસે પટેલનગર ભાડાના મકાનમા), જલારામ ભીખારામ ઉદારામ ખીલેરી (ઉ.વ.૨૮ રહે. સોનડી તા.શેડવા જી.બાડમેર રાજ્ય. રાજસ્થાન હાલ, રહે. ગોંડલ ગુંદાળા રોડ એસ્ટોન સીનેમા પાસે પટેલનગર ભાડાના મકાનમાં)ની ધરપકડ કરાઈ હતી.

રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, હેડ કોન્સ. અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાવાભાઈ આલ, રસીકભાઈ જમોડ, કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!