ગોંડલ માં સગીરાએ ગળાફાંસો ખાઈ કરી : સગીરા  ભણતર ને બદલે મોબાઇલ માં વધુ સમય આપતી હોય માતા પિતાએ ઠપકો આપતા લાગી આવતા પગલુ ભર્યુ.

Loading

આજકાલ નાના બાળકો થી લઇ ટીનેજર્સ ને મોબાઇલ ની જાણે લત લાગી છે.જેને કારણે યુવાપેઢી તેનો કિંમતી સમય પણ વેડફી રહી છે.મોબાઇલ એડીટ બનેલા સંતાનો ને તેના માબાપ સમજાવવા કોશિશ કરે તો વિપરીત પરિણામો આવેછે.તેવી ઘટના ગોંડલ માં સામે આવીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં કૈલાશબાગ અવધવાળી શેરી માં રહેતા અને ખેતીકામ કરતા હિતેશભાઈ સાવલીયા ની ૧૭ વર્ષ ની પુત્રી આયુષી એ સાંજે ચાર કલાકે ઉમવાડા રોડ પર આવેલી પોતાની વાડીએ રુમ માં પંખા સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.
આયુષી નાં પિતા હિતેશભાઈ સાંજે ગોંડલ ખરખરા નાં કામે ગયા હતા તેની માતા અલ્પાબેન સહિત નો પરીવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે આયુષી એ વાડીમાં આવેલા તેના બે માળ નાં મકાન માં ઉપલા માળે આવેલા રુમ માં પંખા સાથે દોરડુ બાંધી આત્મહત્યા કરી હતી.આ સમયે તેનો નાનાભાઇ રુમ માં આવતાં તેણે દોરડુ કાપી આયુષી ને નીચે ઉતારી તેની માતા કાકા સહિત ને જાણ કરી હતી.માતા સહિત નાં લોકો દોડી આવ્યાં ત્યાં સુધી માં આયુષી અનંત ની વાટે ચાલી નીકળી હતી.બાદમાં તેના પિતા હિતેશભાઈ ને પણ જાણ કરાતા વાડીએ દોડી આવ્યા હતા.અને તુરંત એમ્બ્યુલન્સ બોલાવી આયુષી નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
હિતેશભાઈ ને સંતાન માં એક પુત્ર અને પુત્રીછે.જેમા આયુષી મોટી હતી.અને ધોરણ ૧૧ માં શિશુમંદિર સ્કુલ માં અભ્યાસ કરતી હતી.
પોલીસ સુત્રો અનુસાર આયુષી નુ ભણવા માં મન લાગતુ નહોતું અને દિવસભર મોબાઇલ લઈ બેઠી રહેતી હોય માબાપે ઠપકો આપતા પગલુ ભર્યા નું પ્રાથમીક તપાસ માં જાણવા મળ્યા નું જણાવ્યું હતુ.
મૃતક પુત્રીનાં ચક્ષુઓ નું દાન કરવા હિતેશભાઈ તથા પરીવારે ઇચ્છા વ્યક્ત કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે ધોરાજી સિવિલ હોસ્પિટલ ને જાણ કરતા ત્યાંથી આવેલી તબીબ સહિત ની ટીમે ચક્ષુઓ અંગે કાર્યવાહી કરી હતી.
error: Content is protected !!