સાધુનાં સ્વાંગ માં લોકોને સંમોહીત કરી ઠગતી ટોળકી ને ઝડપી લેતી એલસીબી:બે શખ્સો ની ધરપકડ: દિવાળી પર્વ માં ગોંડલ નાં મોવિયા માં ખેડુત ને સંમોહીત કરી ત્રણ તોલાની ચેન પડાવી લીધી હતી:ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળીનો ખૌફ ફેલાયો હતો.
ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળકી દ્વારા લોકોને સંમોહીત કરી કે ચહેરા પર સ્પ્રે છાંટી લુંટી લેતા હોવાની છેલ્લા એક મહીના થી ચાલી રહેલી ચર્ચાઓ થી લોકો ભયભીત બન્યા બન્યા હતા.આ સમય માં દિવાળી પર્વ મા એમ્બેસેડર માં આવેલા સાધુએ મોવીયા માં સંમોહન દ્વારા સોનાનાં ચેન લુટી લેવાની અને હડમતાળા માં લુંટ નો પ્રયાસ થયાની ઘટનાએ ખૌફ ફેલાવા પામ્યો હતો ત્યારે એલસીબી ની ટીમે માત્ર પંદર દિવસ માં સાધુનાં સ્વાંગ માં રહેલા ઠગ અને તેની સાગરીત ને જડપી લેતા લોકોનાં શ્વાસ હેઠા બેઠાં હતાં.
ગત તા.૨ દિવાળી નાં તહેવાર માં ગોંડલ તાલુકા નાં મોવીયા ગામ માં ઘરે જઈ રહેલા કાંતિભાઈ ઘુસાભાઇ ભાલાળા ને સફેદ કલર ની ફોર વ્હીલ માં આવેલા સાધુ એ કાંતિભાઈ સાથે વાતો કરી વિશ્ર્વાસ માં લઇ પોતે દિબંગર સાધુ હોવાનું જણાવતાં સાધુની વાતો થી સંમોહીત થયેલા કાંતિભાઈ એ તેના દર્શન કર્યા હતા.બાદ માં સાધુને કાંતિભાઈ એ વીસ રુપીયા ની નોટ આપતા સાધુએ વીસ રુપીયા ની નોટ માં કંઇક વસ્તુ મુકી નોટ પરત આપી કહેલ કે આ નોટ ઘરે સાંચવી ને રાખજે તારુ કલ્યાણ થશે.બાદ માં કાંતિભાઈ ને સાધુએ કહેલ કે તે ગળા માં જે રુદ્રાક્ષ ની માળા પહેરી છે તે મને આપી દે.હું તેનાં પર વિધિ કરી તને પાછી આપી દઈશ તેવું કહેતા સાધુની વાતોમાં આવી ગયેલા કાંતિભાઈ એ ચુપચાપ રુ.૨,૨૦,૦૦૦ ની કિંમત ની આશરે ત્રણ તોલા વજન ની રુદ્રાક્ષ નાં પારા વાળી સોનાની માળા ગળા માંથી કાઢી આપી દેતા ફોર વ્હીલ માં આવેલો સાધુ તથા તથા તેનો ચેલકો જતા રહ્યા હતા.થોડીવાર પછી કાંતિભાઈ ને ઠગાઈ થયાનુ સમજાતા તેમણે તાલુકા પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે કલમ ૩૧૬,૩૧૮(૪),૫૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.ઉપરાંત બનાવ ની ગંભીરતા જોઈ એલસીબીએ પણ તપાસ માં ઝુંકાવતા એલસીબી પીઆઇ ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ એ.એસ. આઈ રવિદેવ બારડ,રોહિતભાઈ બકાત્રા, વકારભાઇ આરબ,પ્રકાશભાઈ પરમાર સહિતે હ્યુમન સોર્શીસ તથા ટેક્નિકલ બાતમી નાં આધારે ભરુડી ટોલનાકા નજીક થી સાધુ તથા ચેલા ને ફોર વ્હીલ તથા સોના નાં ચેન સહિત રુ.૪,૬૫,૫૦૦ નાં મુદ્દામાલ સાથે જડપી લઇ પુછપરછ કરતા સાધુનાં સ્વાંગ માં રહેલા શખ્સે પોતાનું નામ નેનુનાથ ઉર્ફ મુન્નાનાથ જવરનાથ સોલંકી રહે.રારસણા વાદીપરા તા.થા જી.સુરેન્દ્રનગર તેનો સાગરીત સુરજનાથ જવરનાથ સોલંકી રહે.મોટા ભોજપરા વાદી વસાહત તા.વાંકાનેર હોવાનું જણાવ્યું હતુ.
બન્ને શખ્સોએ સ્વાધુનાં સ્વાંગ માં સુલતાનપુર પાસેનાં દેવડા ઉપરાંત અમરેલી, ચરખા,બાબરા વગેરે જગ્યાએ લોકોને વિશ્વાસ માં લઇ દાગીના તથા રોકડ રુપીયા પડાવ્યા ની કબુલાત આપી હતી.
પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કરી માત્ર પંદર દિવસ માં ખૌફ ફેલાવનાર શ્ખ્સો ને જડપી પાડ્યા હતા.જેમાં બાલકૃષ્ણ ત્રીવેદી,ભગીરથસિંહ જાડેજા,અનિલભાઈ ગુજરાતી, વાઘાભાઇ આલ સહિત ઉપરાંત તાલુકા પીઆઇ.જે.પી.રાવ, રુપકભાઇ બહોરા, રવિરાજસિહ વાળા,ધર્મેન્દ્રસિંહ જાડેજા,રણજીતભાઈ ધાધલ સહિતે કામગીરી બજાવી હતી.