ગોંડલ નગરપાલીકા માં વિવિધ કમીટીઓ નાં ચેરમેન નિમાયા.
વોટરવર્કસ કમીટી માં શૈલેષભાઈ રોકડ યથાવત:બાંધકામ કમીટી માં જગદીશભાઈ રામાણી:સેનીટેશન માં રમેશભાઈ સોંદરવા:મહીલા કોલેજ માં અર્પણાબેન આચાર્ય:બાલાશ્રમ માં અનિતાબેન રાજ્પગુરુ પથાવત:
ગોંડલ નગરપાલિકા માં વિવિધ શાખાઓ માટે ભાજપ મોવડીઓ દ્વારા કમીટી ચેરમેનો ની નિમણુંક કરાઇ છે.
નગરપાલિકા કચેરી માં પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી તથા ઉપપ્રમુખ પારિતાબેન ગણાત્રા ની અધ્યક્ષતા માં મળેલી જનરલ બોર્ડ ની બેઠક માં ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ વિવિધ કમીટીઓ નાં ચેરમેન ની વરણી જાહેર કરી હતી.
જેમાં મહત્વની ગણાતી બાંધકામ કમીટી માં જગદીશભાઈ રામાણી ની નિમણુંક કરાઇ છે.જ્યારે વોટરવર્કસ કમીટી માં ચેરમેન પદે શૈલેષભાઈ રોકડ ને યથાવત રખાયા છે.સેનીટેશન કમીટીમાં રમેશભાઈ સોંદરવા ની નિમણુંક કરાઇ છે.અન્ય કમીટીઓ માં વિજળી કમીટી મનીષભાઈ રૈયાણી,વાહનવ્યવહાર કમીટી શિતલબેન કોટડીયા, મહીલા કોલેજ કમીટી અર્પણાબેન આચાર્ય, લો કોલેજ કમીટી મિતલબેન ધાનાણી,સ્ટાફ સિલેક્શન કમીટી મીનાબેન જશાણી, માધ્યમિક શિક્ષણ કમીટી નિલેશભાઈ કાપડીયા,બાગ બગીચા કમીટી ઉર્મીલાબેન પરમાર, લાયબ્રેરી કમીટી હાજરાબેન ચૌહાણ, આવાસ યોજના વસંતબેન ચૌહાણ, યુ એલ એમ એન કમીટી સંગીતાબેન કુડલા, ભુગર્ભ ગટર કમીટી જીજ્ઞેશભાઇ ઠુંમર,હેલ્થ કમીટી વિભાબેન પંડ્યા,વેજીટેબલ કમીટી સમજુબેન મકવાણા,સ્પોર્ટ્સ કમીટી રંજનબેન સરધારા,બાલાશ્રમ કમીટી અનિતાબેન રાજ્યગુરુ, શોપિંગ સેન્ટર કમીટી વસંતબેન ટોળીયા, ટાઉન પ્લાનિંગ કમીટી હર્ષદભાઈ વાઘેલા ની નિમણુંક કરાઇ છે.પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી સમયે કારોબારી ચેરમેન ક્રીપાલસિંહ જાડેજા તથા દંડક તરીકે આશીફભાઈ જકરીયા, શાશક પક્ષ નાં નેતા તરીકે અશ્ર્વીનભાઇ પાંચાણી ની નિમણુંક કરાઇ હતી.
વિવિધ કમીટીઓ નાં ચેરમેન ની નિમણુંક વેળા ભાજપ મહામંત્રી અશોકભાઈ પરવડીયા તથા સમીરભાઈ કોટડીયા પીઢ અગ્રણી પૃથ્વીસિહ જાડેજા સહિત સદસ્યો હાજર રહ્યા હતા.