ગોંડલ માં ધારાસભ્ય નાં આંગણે યોજાયો અલૌકિક તુલશીવિવાહ: મુખ્યમંત્રી,સાંસદ,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા:વાછરા થી આવેલી જાન નાં સામૈયા થયા:રાત્રે લોકડાયરા એ રંગત જમાવી.

Loading

ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા સ્વાગત કરાયુ હતુ.સમસ્ત વાછરા ગામ જાન માં જોડાયુ હતુ.

બાદ માં બેન્ડવાજા ની સુરાવલીઓ સાથે ધામધૂમપૂર્વક વરઘોડો નિકળ્યો હતો.જેમાં હાથી ઉપર શાલીગ્રામ ભગવાન બિરાજ્યાં હતા.

facebook_20241113_223943

ઉપરાંત ઘોડા,ઉંટ,રથ,બગીઓ ઉપરાંત રાસ મંડળીઓ જોડાઇ હતી.અને ધારાસભ્ય નાં નિવાસસ્થાને પંહોચ્યા હતા.જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શાલીગ્રામ ભગવાન અને તુલશીમાતા નાં લગ્ન સંપ્પન થયા હતા.


તુલશીમાતા નાં માવતર ધારાસભ્ય નાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)તથા તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યા હતા.જ્યારે શાલીગ્રામ ભગવાન નાં માવતર વાછરા નાં સરપંચ ભરતભાઇ ચોથાણી અને ભરતભાઇ ગમારા બન્યાં હતા.

facebook_20241113_224253
સાંજે સાત કલાકે જાન વિદાય થઈ હતી.
તુલશીવિવાહ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,દર્શીતાબેન શાહ,ડો.મહેન્દ્રભાઇ પાડલીયા,પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,સાંસદ રામભાઈ મોકરીયા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રિવર સાઈડ પેલેસ માં ભોજન સમારોહ રખાયો હતો.જેમાં અંદાજે વીસ હજાર લોકોએ ભોજન લીધુ હતુ.બાદ માં રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં યોજાયેલ લોકડાયરા માં મોડી રાત સુધી લોકસાહિત્ય ની રંગત જામી હતી.

error: Content is protected !!