અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા.
અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતનો આંકડો પાર કર્યો
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 270નો બહુમતનો આંકડો પાર કરી લીધો છે.ડોનાલ્ડ ટ્રમ્પને 277 મત મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ, બન્નેમાંથી કોણ જીતે તો ભારતને સૌથી વધુ ફાયદો થશે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મહત્ત્વના ગણાતા સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દબદબો જોવા મળ્યો છે. નોર્થ કેરોલિના બાદ ટ્રમ્પે જોર્જિયામાં બાજી મારી છે. આ સાથે જ આ રાજ્યના 16 ઇલેક્ટોરલ વોટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં ગયા છે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ 246 ઇલેક્ટોરલ કોલેજ વોટ સાથે બહુમતના આંકડા 270ની નજીક પહોંચી ગયા છે. કમલા હેરિસ 210 ઇલેક્ટોરલ મત મેળવી ચુક્યા છે.
બે ભારતીય સીનેટર પણ જીત્યા
અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધુ 54 ઇલેક્ટોરલ વોટ છે. આ પુરા અમેરિકામાં સૌથી વધારે છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના બે સીનેટર પણ જીતી ગયા છે. મિશિગનથી શ્રી થાનેદાર અને વર્જીનિયાથી સુહાસ સુબ્રમણ્યમે જીત મેળવી છે.