જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ રાજવી પરીવાર નાં મહેમાન બન્યા:રાજ પેલેસ ખાતે ત્રણ દિવસ નું રોકાણ: નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા,ધર્મસભા, મહાપ્રસાદ નું આયોજન.

Loading

ગોંડલ રાજવી પરિવાર નાં આંગણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ નું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવાર નાં ત્રણ દિવસ નાં મહેમાન બન્યા છે.

તા.૬ બુધવાર નાં તેઓની સ્વાગત યાત્રા,ધર્મસભા નું આયોજન નવલખા પેલેસ (દરબારગઢ)કરાયુ છે.


પ્રાપ્ત વિગત મુજબ આજે સાંજે જામનગર થી જગદગુરુ શંકરાચાર્યજી નું આગમન રાજવી પરિવાર નાં ઓર્ચાડ પેલેસ ખાતે થતા રાજવી હિમાંશુસિહજી,રાજમાતા કુમુદકુમારીજી,ઢાંક તથા લાખણકા સ્ટેટ પરિવાર, હવામહેલ નાં કુમાર જ્યોતિર્મયસિંહજી, અન્ય રાજવી પરીવાર,રાજ્યનાં ભાયાતો ઉપરાંત ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા પુજન તથા સ્વાગત કરાયુ હતુ.

 


આવતીકાલ તા.૬ બુધવાર લાભપાંચમ નાં સાંજે ૪:૩૦ કલાકે વેરીદરવાજા માંડવીચોક થી શંકરાચાર્યજી ની સ્વાગત યાત્રા પ્રસ્થાન થઈ નવલખા પેલેસ (દરબારગઢ)પંહોચશે.બાદ માં ૫:૩૦ કલાકે તેઓની ધર્મસભા નું આયોજન કરાયુ છે.બાદ માં મહાપ્રસાદ નું આયોજન કરાયુ છે.

ગોંડલ ખાતે સૌપ્રથમ વખત દ્વારકા શારદાપીઠ નાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતજી મહારાજ પધાર્યા હોય શહેરભર માં ધાર્મિક માહોલ છવાયો છે.

error: Content is protected !!