ગોંડલ મહારાજા ભગવતસિંહજીની ૧૫૯ મી જન્મજયંતિ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી ૧૫૯ મી જન્મ જયંતિ ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં એક આદર્શ રાજવી નું બિરુદ પામેલા ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ૧૫૯ મી જન્મ જયંતી નિમિત્તે શહેરના કોલેજ ચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે મહારાજા સર ભગવતસિંહજી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા
આ તકે વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા કરવામાં આવેલ કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
તેમજ કપુરીયા ચોક ખાતે આવેલ મહારાજા ભગવતસિંહજીની પ્રતિમાને રાજવી પરિવારના કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ ગોંડલની ઉપસ્થિતિમાં ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વર્તમાન મહારાજા હીમાંશુસિંહજી એ જણાવ્યું હતું કે સર ભગવતસિંહજીના ૧૫૯ મી જન્મ જયંતી નગરજનોએ દબદબાભેર ઉજવી છે તેના માટે રાજવી પરીવાર ગોંડલના સર્વે નગરજનો આભાર માન્યો હતો.
રાજકીય આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
આ તકે ગોંડલ નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ પડાળીયા, પૂર્વ પ્રમુખ મનીષભાઈ ચનીયારા, પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, જયંતિભાઇ સાટોડીયા, પૃથ્વીસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી, વાય.ડી. ગોહિલ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપુત યુવક મંડળ, મહારાજા ભોજરાજસિંહજી વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, ગોંડલ રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો તેમજ
ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ગોંડલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્ય કલાકાર હરદેવભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું.