રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે નુ કામ પૂર્ણ ના થાય ત્યા સુધી ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવાં કેન્દ્ર મા રજુઆત કરાઇ.
ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા નીતિન ગડકરી ને કરાઇ રજુઆત.
ગોંડલ ના યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ હાઇવે ઓથોરિટી ના કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ને રજુઆત કરતાં જણાવ્યુ હતુ કે રાજકોટ ગોંડલ જેતપુર હાઇવે સિકસ લેન નવ નિર્માણ પામી રહેલ છે જેનાં લીધે વાહન ચાલકો માટે હાલમાં તો માત્ર સિંગલ રોડ જ કાર્યરત છે અને તે રોડ પણ એટલો બિસ્માર હાલત મા હોય અવાર નવાર અક્સ્માત બનવા પામેલ છે અને લોકો જીવ ગુમાવે છે.
ત્યારે આ બાબતે ગંભીરતા લઈને રાજકોટ ગોંડલ જેતપુર વચ્ચે આવેલ ભરૂડી ટોલ પ્લાઝા અને પીઠડીયા ટોલ પ્લાઝા માંથી વાહન ચાલકોને જ્યાં સુધી સીક્સ લેન નું કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુઘી ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે તેમજ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યા મુજબ 60 કિમી વચ્ચે 2 ટોલ પ્લાઝા હસે તો બંધ કરવામા આવશે તો આ અંગે જણાવવાનુ કે હાલ ભુણાવા- પીઠડીયા વચ્ચેના 36 કિમી ના અંતરમાં ૨ ટોલ પ્લાઝા આવેલ છે જેના લીધે લોકોને આર્થિક ભારે બોજો પડી રહેલ હોય આ અંગે પણ વિચારણા કરીને યોગ્ય નિર્ણય કરવા માટે યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.