હળવદ મા ૭૪ મા સ્વતંત્ર દિન નિમિત્તે રાજોધરજી હાઈસ્કૂલ ખાતે મામલતદાર એ ધ્વજ વંદન કયુ.

હળવદ મામલતદાર કચેરી અને નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે શનિવારે  ૧૫ મી ઓગસ્ટ  ને ૭૪ મોં સ્વતંત્ર  દિનનિમિત્તે રાજોધરજી હાઈસ્કૂલ ખાતે હળવદ મામલતદાર બી એન કણઝારીયા વરદે હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને  સલામી આપવા આવી હતી  તેમજ કોરોના વોરિયર્સ  કોરોના બિમારી સાજા થઈ જતા સ્ટાફ નર્સ મનીષબેન ચાવડાને મામલતદાર એ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ રાજોધરજી હાઈસ્કૂલ ના પટાંગણમાં મામલતદાર વરદ હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું 


આપ્રસંગે હળવદ નગરપાલિકાના પ્રમુખ હિનાબેન રાવલ .તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ. હળવદ પાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા. બીપીનભાઈ દવે. પાલિકાના પૂર્વ પ્રમુખ અને પાલિકા સદસ્ય રણછોડભાઈ દલવાડી. હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ . પી એ દેકાવાડીયા .પી એસ.આઈ પી જી પનારા શિક્ષક ‌મેહુલભાઈગઢવી. રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના અગ્રણીઓ વેપારીઓ પોલીસ કર્મીઓ હોમગાર્ડ તેમજ વિદ્યાર્થીઓ નગરપાલિકાના કર્મચારીઓ મામલતદાર  કર્મચારીઓ  હળવદ ૧૦૮  આરોગ્ય વિભાગના  અધિકારીઓ  કમૅચારીઓ સહિતના  ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક ગજેન્દ્ર ભાઈ માસ્તરે કર્યું હતું

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!