ગોંડલ પોલીસે બોલેરો જીપનો ફીલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂ.૫,૩૧,૧૫૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો:ચાલક અંધારામાં નાસી ગયો.

Loading

ગોંડલ પોલીસ ગત રાતે ઘોઘાવદર રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલી બલેરો પીકઅપ વાહન ને રોકતા બલેરો ચાલક બલેરો ભગાડી નાશી છુટતા પોલીસે પીછો કરી જડપી પાડી તલાશી લેતા તેમાથી રુ૨,૨૬,૧૫૧ની કિંમત નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસને જોઈ ને ચાલક અંધારા માં નાશી છુટ્યો હતો.પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ તથા બોલેરો પીકઅપ વાહન સહિત રુ૫,૩૧,૧૫૧ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બોલેરો માં થી મળી આવેલા મોબાઈલ માં સર્ચ કરતા ગીરીરાજસિંહ નામની વ્યકિત નો હોવાનું ખુલતા પોલીસે તપાસ ના ચક્રોગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે બે વાગ્યા નાં સુમારે ઘોઘાવદર રોડ પર એ” ડીવીઝન પોલીસ નાં પીઆઈ. ડામોર, ડી’સ્ટાફ નાં દિવ્યરાજસિંહયુવરાજસિંહ સહિત નો સ્ટાફ રાત્રી પેટ્રોલીંગ દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલી જી.જે.૦૧ જેટી ૬૨૮૭ નંબર ની બલેરો પસાર થતા તેને રોકવા પ્રયત્ન કરતા ચાલકે બલેર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ઘોઘાવદર ખાંડાધાર વચ્ચે બોલેરો. પકડી પાડી તલાસી લેતા તેમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નાશી છુટેલા ચાલક ની શોધખોળ શરુ કરી વિદેશી દારૂ નો જથ્થો ક્યાંથી મોકલાયો અને કોણે મંગાવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!