ગુજરાત સરકારની ૧૦૮ સેવા એટલે આયુષ્માન ભવઃ૧૦૮ ટીમની સતર્કતા : યુદ્ધના ધોરણે સ્થળ પર જ સગર્ભાની જટિલ પ્રસુતિ :બેલડાના જન્મથી માતા સહીત ત્રણને નવજીવન.

Loading

આજે સવારે કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગભૉ માતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ સેવામાં કોલ કરવામાં આવતાં નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા ઉપડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ બજાવતા ઇ.એમ.ટી હાર્દિક કમલેશભાઈ ગોહેલ અને પાઇલોટ અનિલ પરમારને સગભૉની પ્રસૂતિ સ્થળ પર જ કરવી પડે એવી સ્થિતિ જણાઈ હતી. ફરજ પરના ૧૦૮ કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે તમામ પ્રકારની પ્રસુતિની લગતી તૈયારીઓ સ્થળ પર કરી ત્યારબાદ ઇ.એમ.ટી. હાર્દિક ગોહેલે અન્ય ૨ મહિલાનો સહયોગ લઇ સતત ટેલિફોનિક સંપર્કમાં રહીને ૧૦૮ ના ડો.પરમાર સાથે સંપર્કમાં રહીને ઇ.એમ.ટી હાર્દિકભાઈએ પ્રથમ નવજાત શિશુનો સફળતાપૂર્વક જન્મ કરાવ્યા બાદ અતિ જટિલ પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ ૧૦ મિનિટ પછી બીજા બાળકનો પણ સફળતાપૂર્વક જન્મ કરાવડાવ્યો હતો.

ટીમ દ્વારા ત્વરિત નવજાત શિશુઓની યોગ્ય સારવાર અને સંભાળ લીધા બાદ સગર્ભા માતા સહિત બંને નવજાત શિશુઓને ગોંડલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિલ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતાં. ગોંડલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર ધારા દ્વારા સગર્ભા માતા અને નવજાત શિશુઓને યોગ્ય સારવાર આપી અને સગર્ભા માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી અને ૧૦૮ ના કર્મચારીઓને આ જટિલ જોડીયા બાળકોની પ્રસુતિ સફળતાપૂર્વક કરવા બદલ બિરદાવ્યા હતા.

ગુજરાત સરકારની ૧૦૮ સેવા ગુજરાતના છેવાડાના લોકો માટે અનેક વખત આશીર્વાદરૂપ સાબિત થઇ છે ત્યારે આજે રાજકોટના જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ૧૦૮ સેવાના કર્મચારી હાર્દિક ગોહેલ અને અનિલ પરમાર દ્વારા આ સફળ પ્રસુતિ કરાવડાવી સરકારની આરોગ્યલક્ષી ઉત્કૃષ્ઠ સારવાર પુરી પાડી રહી હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ તકે ૧૦૮ જીલ્લા અધિકારી જયસિંહ ઝાલા દ્વારા જણાવ્યું હતું કે જિલ્લાની કોઇ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ૧૦૮ સેવાના કર્મચારી તાલીમબદ્ધ અને કટીબધ્ધ રહે છે. આ સગર્ભા માતા અને નવજાત શીશુ (જોડીયા બાળકો) એમ ત્રણ જીવ બચાવીને ૧૦૮ ના કર્મચારીઓ પ્રશંસાને પાત્ર બન્યા છે. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં ૧૦૮ સેવાનો સિંહ ફાળો રહેલો છે.

error: Content is protected !!