ગોંડલ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં પ્રમુખ તરીકે કુરજીભાઈ ભાલાળાની વરણી : ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ વાઢેર નિમણૂક.

Loading

ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની લી માં સહકારી કાયદા મુજબ બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારી, ગોંડલના હુકમ મુજબ નિમાયેલા અધ્યાસી અધિકારી અને મામલતદાર આર.બી. ડોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળેલ તેમાં પ્રમુખ તરીકે કુરજીભાઈ એલ. ભાલાળા અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ જે. વાઢેર બીનહરિફ ચુંટાયેલા જાહેર થયા હતા.

આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોકભાઈ પીપળિયા, અશ્વિનભાઈ ઠુંમર, કનકસિંહ જાડેજા, મગનભાઈ ધોણિયા, પ્રમુળભાઈ ટોળિયા તેમજ મેનેજર પ્રભુદાસભાઈ કીલજી તાલુકા સંઘના તમામ બોર્ડ ઓફડીરેક્ટરો કર્મચારીગણ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!