Porbandar: નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ, રૂ. 91 લાખની રોકડ સહિત હથિયારનો જંગી જથ્થો જપ્ત કરાયો.
પોરબંદર LCBએ શુક્રવારે વહેલી સવારના સમયે આદિત્યાણા પાસે આવેલ બોરીચા ગામની સીમમાં ગુપ્ત ઑપરેશન હાથ ધરીને નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ વાડીમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો તેમજ રૂ. 91 લાખ રોકડા કબજે કર્યા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 24 સપ્ટેમ્બરના રોજ બગવોદરમાં ચૂંટણીના ડખ્ખામાં ભીમા દુલાએ પોતાના સાગરિતો સાથે મળીને કાવતરું રચીને એક ઈસમને કોદાળી વડે બરહેમીથી ફટકાર્યો હતો.
આ મામલે પોરબંદર LCBએ અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.પોરબંદર LCBની ટીમને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે બાતમી મળી હતી કે, બોરીચા ગામે મારામારી કરનાર ઈસમો હાલ રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોરીચા ગામના પાટીયા પાસેથી પસાર થવાના છે.આ બાતમીના આધારે 3 ટીમો બનાવી બોરીચા ગામના પાટીયા પાસે વૉચ ગોઠવવામાં આવી હતી. જ્યાં બાતમી મુજબના વર્ણન વાળા 2 ઈસમો ત્યાથી ચાલીને પસાર થયા હતા. જેથી બન્ને ઈસમોને LCB ઓફિસ ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતા પોતે જ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યારે તેમનો ત્રીજો સાગરિત મસરી લખમણ ઓડેદરા હોવાનું જણાવ્યું હતુ.
જ્યારે આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી ફરિયાદીને માર મારવા માટે પૂર્વ નિયોજિત કાવતરૂ ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી.જે પૈકી મસરી ઓડેદરા ભીમી દુલાના ઘરે છુપાયો હોવાની બાતમી મળી હતી. આથી ગુનામાં ભીમા દુલા ઓડેદરાની સંડોવણીની હકીકત આધારે પોલીસે છ ટીમ બનાવી ટીમ દ્વારા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે રેઈડ પાડી હતી.
જ્યાંથી ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરાની અટકાયત કરીને ઘરમાં સર્ચ કરતા હથિયારોનો જંગી જથ્થો, જેમા બારબોર તથા એરગન, ધારીયા, કુહાડી, તલવાર, નાની છરીઓ, ભાલા સ્ટીક, નાના મોટા ધોકા, ગેડીયા, કાર્ટ્રીસો અને દારૂની બોટલો ઉપરાંત 91 લાખથી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતીપોલીસની પ્રાથમિક તપાસમાં ભીલા દુલા પૂર્વ ધારાસભ્યનો ભાઈ હોવાથી રાજકીય પીઠબળ મળતા તે પોરબંદરમાં ગેંગ ચલાવી છે.
ભીમા દુલા આદિત્યાણા પંથકમાં ગેંગનો લીડર હોવાથી તેણે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મુળુ મોઢવાડિયાની હત્યા કરી હતી. ભીમા દુલા ખંડણી માંગવી, અપહરણ કરવા સહિત અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો છે.આદિત્યાણા ગામે થયેલ સંધી પિતા-પુત્રની બેવડી હત્યામાં પણ ભીમાદુલા ઓડેદરા પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોરબંદર અને આસપાસના ગામોમાં ધાક જમાવનાર ભીમા દુલા ઓડેદરાને ત્યાં પોલીસે દરોડો પાડતા હવે જૂના ગુના અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.