ગોંડલ તાલુકા ભુણાવા જી.આઈ.ડી.સી માં આવેલ ઉમીયાજી ઇન્ડ્રસ્ટ્રીઝ ઝોનમાં  બંધ કારખાનામાંથી જુદી જુદી બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ સહિત પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Loading

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય
જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સપેકટર વી.વી.ઓડેદરા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના માણસો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા નાઓને મળેલ સંયુક્ત હકિકત આધારે
ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ગજેન્દ્રસિંહ જાડેજા રહે. ભુણાવા તથા કૌશિક ઉર્ફે કવો યોગેશભાઇ અગ્રાવત રહે. ગોંડલ વાળાએ ભાગીદારીમાં ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવેલ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીકના બંધ કારખાનામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જે જગ્યાએ રેઇડ કરી જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૨૪૧૨ કિ.રૂ. ૧૨,૫૨,૮૭૨/- તથા બોલેરો પીક-અપ વાહન કી.રૂ. ૫૦૦૦૦૦/-મળી કુલ રૂ. ૧૭,૫૨,૮૭૨/- નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ-
(૧) ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ગજેન્દ્રસિંહ જાડેજા રહે. ભુણાવા તા. ગોંડલ
(૨) કૌશિક ઉર્ફે કવો યોગેશભાઇ અગ્રાવત રહે. ગોંડલ મહાકાળી નગર શેરી નં.૪
કબજે કરેલ મુદામાલમાં
(૧) જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૨૪૧૨ કિ.રૂ.૧૨,૫૨,૮૭૨/-(૨) બોલેરો પીક-અપ રજી. નં. GJ-04 AT-2497 કી.રૂ. ૫૦૦૦૦૦/કુલ રૂ. ૧૭,૫૨,૮૭૨/- નો મુદામાલ કામગીરી ને સફળતા પૂર્વક કરનાર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, રસિકભાઇ જમોડ, તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ તથા ડ્રા. પો.કોન્સ. અનીરૂધ્ધસિંહ જાડેજા, સહિતના આ કામગીરીમાં જોડાયેલા હતા.
error: Content is protected !!