સુરત SOGએ ૧૫૦ કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડયું.
૧૦ નાપાસ પિતા, બીકોમ પુત્રનું ટ્રાવેલ ટિકિટની આડમાં સાયબર ફ્રોડ: પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી
હવાલા, ઓનલાઇન સાયબર ચીટીંગ, ચાઇનીઝ ગેમો અને ક્રિકેટના ઓનલાઇન સટ્ટા સહિતની બેનંબરી કમાણીની કરોડોની રકમ દુબઇથી હવાલા મારફતે સુરતમાં આંગડીયામાં મોકલી તેને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને દુબઇ મોકલી આપવાનું આંતરરાષ્ટ્રીય રેકેટનો સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ સોનારાની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં મકબુલ ડોકટર અને તેનો પુત્ર કાસીફ સહિત ત્રણની ધરપકડ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અન્ય એક પુત્ર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. છેલ્લા ૨ વર્ષેમાં ૧૫૦ કરોડથી વધુના ટ્રાન્જેકશનો મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી કરોડોની રકમ હવાલા મારફતે સુરતમાં આંગડીયા પેઢીમાં મોકલતા હતા.
આ કૌભાંડનો સુત્રધાર અમદાવાદનો મહેશ દેસાઇ દુબઇમાં બેસી આખુ નેટવર્ક ઓપરેટ કરે છે. ચોક બજાર સોની ફળીયામાં ઘરની નીચે ઓફિસ બનાવી મકબુલ ડોકટર અને તેનો દિકરો બસ્સામ ટ્રાવેલીંગ બુકીંગની આડમાં ઓફિસ ખોલી હતી. દુબઇથી મહેંશ દેસાઇ આંગડીયા પેઢીમાં કરોડોની રકમ સુરત મોકલતો હતો.
પછી તે રકમથી પિતા- પુત્ર ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સી ખરીદી કરી વોલેટ દ્વારા દુબઇમાં મહેશ દેસાઇને મોકલી આપતા હતા. આરોપીઓ પાસેથી સાઉદી અરેબીયા, થાઇલેન્ડ, યુએસઇ અને કોમ્બોડીયા દેશની રૂ.૯૦૪૦૮ની કરન્સી મળી આવી છે.