પાંચાળ પ્રદેશના ચોટીલાના પીપરાળી ગામના યુવાને ભારતીય સૈન્યના તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતાં પાંચાળ વિકાસ બોર્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Loading

 

દેવભૂમિ પાંચાળ પ્રદેશની ધન્ય ઘરા ચોટીલા માં ચામુંડાનાં સાંનિધ્યમાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામનાં કોળી સમાજનાં યુવાન વિપુલભાઈ ઘનશ્યામભાઈ સેંજાણી ભારતીય સૈન્યમાં બી એસ એફ માં સિલેક્ટ થયા હતા,

 

મધ્ય પ્રદેશ ખાતે તાલીમ પૂર્ણ કરી આજે માદરે વતન પાંચાળની ધન્ય ધરા પીપરાળી ગામે આવતાં ભવ્ય સ્વાગત સન્માન રેલી સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો,

 

સ્વાગત સમારોહમાં પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી યુવા અગ્રણી મયુરભાઈ સાકરીયા,દેવકરણભાઈ જોગરાણા, મુન્નાભાઈ સરવૈયા,ભરતભાઈ આલાણી,અજીતભાઈ ખોરાણી તેમજ ગ્રામજનો અને પાંચાળવાસીઓ ઉમટી પડયા હતાં આ તકે માનવ મહેરામણનો પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઇ વાલાણી આભાર માન્યો હતો.

 

error: Content is protected !!