જેતપુર માંથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી જેતપુર પોલીસ.

Loading

Jetpur (Rajkot): ઓટો રિક્ષામાં વૃધ્ધ મહિલા પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચુકવી પહેરેલ સોનાના દાગીનાઓની ચોરી કરતી ટોળકીને કુલ કિંમત રૂા. 60,000/- ના મુદામાલ સાથે જેતપુર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

અજાણ્યા ઓટો રિક્ષાવાળા ચાર ઇસમોએ ફરીયાદીને રીક્ષામાં બેસાડી નજર ચુકવી ડાબા હાથમાં પહેરેલ સોનાની એક બંગડી જેની કિંમત રૂ. 60000/- ની ચોરી કરી લઇ જઇ ગુનામાં આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો.

જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ચોરીના મુદામાલ સાથે શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે વખતે પો. હેડ કોન્સ. ધવલ ગાજીપરા તથા સાગર મકવાણા બંન્નેને મળેલ ખાનગી હકીકતના આધારે આરોપી (1) મુન્ના ઉકા મકવાણા તથા (2) રાકેશ અશોક રાજાણી બંન્નેને શોધી કાઢી ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલ બાબતે આરોપીઓની પુછપરછ કરતા ગુનાની કબુલાત આપતા અટક કરેલ અને ચોરીનો મુદામાલ જાણતો હોવા છતા ઓછી કિંમતમાં પોતાના આર્થીક ફાયદા માટે ખરીદી કરનાર સહ આરોપી (3) અમર રમેશ ડાભીને શોધી કાઢી ગુનામાં ચોરી થયેલ સોનાની બંગળીના મુદામાલની સંપુર્ણ રીકવરી કરી ત્રણેય આરોપીઓને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર કોર્ટએ આરોપીઓના દિન-બે ના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ.

ડીટેકટ કરેલ ગુનો: જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં. A-1121302224-0682/2024, as per section 303(2), 54, 319 of BNS-2023.

કબ્જે કરેલ મુદ્દામાલ: એક સોનાની બંગડી આશરે ૧૩.૯૦૦ ગ્રામ જેની કિંમત રૂા. 60,000/-

અટક કરેલ આરોપી: (1) મુન્ના ઉકા મકવાણા, રહે. હાલ અરજણભાઇ કરીયાણાની દુકાન વાળાના મકાનમાં ભાડેથી, ગણેશનગર, જુનાગઢ રોડ, જેતપુર, મુળ રહે. પ્લોટ, વિસ્તાર, ફુલસર ગામ, તા.તળાજા, જી.ભાવનગર. (2) રાકેશ અશોક રાજાણી, રહે. ભાર્ગવ કારખાનાના ગેઇટની સામે, દેરડી ધાર, જેતપુર, (3) અમર રમેશ ડાભી, રહે. હારવેધાટ, ગોંદરા વિસ્તાર, જેતપુર,

અટક કરવાના બાકી આરોપીઓ: (1) પરેશ સોલંકી રહે. ગણેશનગર, જુનાગઢ રોડ, જેતપુર, (2) ઉમેશ, રહે. ચલાળા, જી.અમરેલી.

શું હતી મોડસ ઓપરેન્ડી?: આ આરોપીઓ અશક્ત અને વૃધ્ધ મહિલાઓને ઓટો રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી બદદાનતથી શરીર ઉપર પહેરેલ સોનાના દાગીનાઓની ચોરી કરવાની ટેવ છે.

શું છે આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ: (1) મુન્ના ઉકા મકવાણા તથા (2) રાકેશ અશોક રાજાણી તથા (3) પરેશ સોલંકીની વિરૂધ્ધમાં અગાઉ રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે.માં ગુ.ર.નં. A-A-11218035240619/2024, BNS કલમ
303(2), 54 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

દિનેશ રાઠોડ દ્વારા (જેતપુર)

error: Content is protected !!