બિશ્નોઇ ગેંગનું સામ્રાજય મોટું થતું જાય છે: સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી 700 શૂટરોનું નેટવર્ક : ખાલિસ્તાની ગેંગનો પણ ઉપયોગ થયાની આશંકા.
એક સમયે મુંબઇમાં અને દેશમાં દાઉદના અંડરવર્લ્ડના નેટવર્કની બોલબાલા હતી. દાઉદ મુંબઈ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ભાગી ગયો છે અને આજ દિવસ સુધી પાકિસ્તાનથી વિશ્વકક્ષાનું ડ્રગ્સ અને આતંકી નટવર્ક ચલાવે છે. પરંતુ ભારતમાં છેલ્લા થોડા સમયથી બિશ્નોઇ ગેંગનું નામ દાઉદના અંડરવર્લ્ડની માફક ઉભરી રહયું છે. બોલીવુડમાં બિશ્નોઇ ગેંગના નામનો ખોફ છે. આ ગેંગ પાસે ખૂબ મોટું નેટવર્ક છે.
NCP અજિત જૂથના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, આ ગેંગમાં હાલમાં 700 શૂટર્સ
છે. બિશ્નોઈ ગેંગ પણ દાઉદ ઈબ્રાહિમના પગલે ચાલી રહી છે. NIAએ UAPA હેઠળ ઓછામાં ઓછા 16 ગેંગસ્ટરો સામે ચાર્જશીટ જશીટ દાખલ કરી છે. તેમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર પણ છે. આ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના રસ્તે આગળ વધી રહી છે. લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ હત્યા અને ખંડણી સહિતના બે ડઝન ગુનાહિત કેસ નોંધાયેલા છે.
NIAની ચાર્જશીટમાં મુજબ, લોરેન્સ બિશ્નોઈ અને તેની ટેરર સિન્ડિકેટ પરાક્રમી રીતે વિકસ્યા છે. 90ના દાયકામાં જે રીતે દાઉદ ઈબ્રાહિમની ગેંગ ઝડપથી વિસ્તરી રહી હતી તે જ રીતે તે આગળ વધી રહી છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ દ્વારા પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂ કર્યું હતું. આ પછી
કલેકુશનનું કામ શરૂ થયું. બાદમાં તેનું નામ એસડી કંપની રાખવામાં રવામાં આવ્યું. આ ગેંગ [ પણ પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે જોડાઈ હતી. તેવી જ રીતે બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓ શરૂ કર્યા હતા પરંતુ હવે તે મોટી ગેંગ છે.
ચાર્જશીટ અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંચાલન સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બાર કરે છે, જે કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સીઓની યાદીમાં વોન્ટેડ છે. આ સિવાય બિશ્નોઈ ગેંગમાં 700 શૂટર્સ છે જેમાંથી 300 પંજાબના છે. ગોલ્ડી બાર અને લોરેન્સ બિશ્નોઈની તસવીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. બિશ્નોઈને કોર્ટમાં લઈ જવાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ટોળકીએ ખંડણી વડે
કરોડો રૂપિયા એકત્ર કર્યા અને હવાલા ચેનલો દ્વારા વિદેશ મોકલ્યા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બિશ્નોઈ ગેંગે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની અન્ય ગુનાહિત ગેંગ સાથે પણ જોડાણ જાળવી રાખ્યુ છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક સમગ્ર ઉત્તર ભારતમાં છે જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડનો સમાવેશ થાય છે. આ ટોળકી યુવાનોને વિદેશ મોકલવાનું સપનું બતાવી લાલચ આપે છે એવો આક્ષેપ છે કે બિશ્નોઈ ગેંગ યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપે છે. કેનેડા જેવા દેશની નાગરિકતા મેળવવાના લોભમાં આ ટોળકી તેમનો ઉપયોગ પોતાના માટે કરવા લાગે છે. ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા, પાકિસ્તાનમાં બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ ગુનાહિત ગતિવિધિઓ માટે કરે છે.