શાપર વેરાવળની મહિલાને ધમકી આપનાર શખ્સ ત્રણ દિ’ના રિમાન્ડર પર.
શાપર વેરાવળ રહેતી મહીલા ની ખોટી અરજી માં બળજબરી પુર્વક સહી લઈ સડકપીપળીયા નાં વ્યક્તિ પાસેથી સમાધાન નાં બહાને પૈસા પડાવનાર શખ્સ સામે મહીલાએ શાપર પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે શખ્સ ને જડપી લઇ રીમાંન્ડ માટે ગોંડલ કોર્ટ માં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસ નાં રીમાંન્ડ મંજુર કર્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળ રહેતી હંસાબેન અરવિંદભાઈ મકવાણા એ શાપર વેરાવળ રહેતા ભાવિનભાઈ રાણવા સામે શાપર પોલીસ માં ફરિયાદ કરી જણાવ્યું હતુ કે ભાવિનભાઈ રાણવા એ મને તથા મારાં છોકરાઓ ને પતાવી દેવાની ધમકી આપી મારો ગેરઉપયોગ કરી સડકપીપળીયા નાં ગોપાલભાઈ જાપડા સામે મારાં નામે પોલીસ માં ખોટી અરજી કરાવી બળજબરી થી મારી સહી લેવરાવી ગોપાલભાઈ ને ખોટા ગુન્હા માં ફીટ કરાવી દેવાની ધમકી આપી તેની પાસેથી બળજબરી થી આઠ લાખ પડાવી લેતા આ અંગે મેં ભાવિનભાઈ ને વાત કરતા તેણે કહેલ કે હું સમાજ નાં આગેવાન તરીકે નાની મેટરો ને મોટી બનાવી આ રીતે રુપીયા લઈ સમાધાન કરુ છુ.
ગોપાલભાઈ સામે તમારા નામે ખોટી અરજી કરાવી સમાધાન પેટે આઠ લાખ લીધાછે.આ વાત કોઈ ને કહીછે તો તને અને તારા છોકરાવ ને પતાવી દઇશ.તેવી ઘાક ધમકી આપી હતી.