ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.
મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે.
જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી રાસ , ગરબા રાસ , તલવાર રાસ , થાળી રાસ તથા કચ્છી રાસ વગેરે પ્રાચીન તથા અર્વાચીન ગરબાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી.
જેમાં નેક નામદાર મહારાજા સાહેબ શ્રી હિમાંશુસિંહજી ઓફ ગોંડલ , રાજમાતા સાહેબ શ્રી કુમુદકુમારીજી ઓફ ગોંડલ , સાંસદ સભ્ય મહારાણા સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર , ઢાંક દરબાર સાહેબ રાજસિંહજી તેમજ રાણીસાહેબ , બોમ્બે ઓપેરા હાઉસ આશિષભાઈ દોષી , અનિરુધ્ધસિંહજી જાડેજા,રિબડા તેમજ હર્ષાબા જાડેજા – રીબડા , ભુવનેશ્વરી પીઠ થી ડો. રવિદર્શનજી તેમજ આયુષીબેન ,
ગોંડલ નગરપાલિકાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા , ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ કાન્તાબેન જયંતીભાઈ સટોડિયા , DYSP ઝાલા સાહેબ , તૃપ્તીબા રાઓલ તેમજ ગોંડલ રાજપૂત સમાજ મહિલા મંડળ ,
યુવક મંડળ તથા રાજપૂત સમાજના તમામ પ્રમુખ – ઉપપ્રમુખ તથા હોદેદારો એ હાજરી આપી પોતાનો કિમતી સમય રાજપૂત સમાજના દિકરીઓ માટે ફાળવ્યો… જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેક નામદાર સાહેબ હિમાંશુસિંહજી એ બધા જ દિકરીઓને લ્હાણી આપી બિરદાવ્યા.