ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામની હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ની ભેટ આપવામાં આપી.
સમગ્ર ભારત માં ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે..ભક્તિ..ભાવ..શ્રદ્ધા અને ભવ્ય રીતે પરંતુ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક્સિસ બેન્ક બ્રાન્ચ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ના દાતા ગણપતિજી ની ઉજવણી વિશિષ્ટ રીતે કરીને સમગ્ર સમાજ ને એક ઉમદા ઉદ્દાહરણ પુરુ પાડવાનું કાર્ય કરવામાં આવ્યું..
ગોંડલ ની એક્સિસ બેંક બ્રાન્ચ માં રાબેતા મુજબ ગણપતી સ્થાપન કરવામાં આવ્યું.પરંતુ ગણપતિજી ના સ્થાપન દરમ્યાન બેંક ના કર્મચારીઓ અને ગ્રાહકો દ્વારા ગણેશજી ના ચરણોમાં અને અન્નકોટ પ્રસાદ બાદ ધરવામાં આવેલી રોકડ રકમમાંથી એક જરૂરીયાત વાળા હાઈસ્કૂલ ના 45 વિધાર્થીઓને શૈક્ષણિક સાધનોની ભેટ આપી ગણપતિ મહોત્સવની યથાર્થ ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.
એક્સિસ બેંક બ્રાન્ચ ગોંડલ ના બ્રાન્ચ મેનેજર સંદીપ કોરાટ અને ગોલ્ડ લોન ઓફિસર હાર્દિક અઢિયા એ ગણપતિ મહોત્સવ દરમ્યાન ધરવામાં આવેલી રકમ નો સદ્દ ઉપયોગ કરવા માટે ગોંડલના પ્રકૃતિપ્રેમી અને સમાજસેવી હિતેશભાઈ દવે નો સંપર્ક કરતા હિતેશભાઈ દવે એ આ રકમ ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક સાધન ડોમ્સ કંપનીના કંપાસ,મોટી નોટબુક્સ,બોલપેન અને બિસ્કિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
આ ઉપરાંત સાજડિયાળી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના 170 વિદ્યાર્થીઓને સ્વાદીષ્ટ બિસ્કિટ ના પેકેટ આપવામાં આવ્યા અને રિધ્ધિ સિધ્ધિ સમૃદ્ધિ ના દેવ ગણેશ મહોત્સવ ઉજવણી માં આવેલ રકમ નો ઉમદા ઉપયોગ કરવામાં આવ્યો.
આ સેવા કાર્ય માં ઘટતી રકમ ગોંડલ ના નિવૃત આચાર્ય મનસુખભાઇ અગ્રાવત અને તેમના પુત્ર સાગર અગ્રાવત કે જે અમદાવાદ ખાતે હોરાઈઝન એક્ઝીમ કંપનીમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ નું પોતાનું કાર્ય કરી રહ્યા છે તેમના આર્થિક સહયોગ સાથે એક્સિસ બેંક ગોંડલ બ્રાન્ચ ના મેનેજર સંદીપ કોરાટ,હાર્દિક અઢિયા,અને તમામ સ્ટાફ,હિતેશભાઈ દવે,સાગર અગ્રાવત અને મનસુખભાઇ અગ્રાવત દ્વારા ગણપતિ મહોત્સવ ની યથાર્થ ઉજવણી કરી ઉમદા ઉદ્દાહરણ પૂરું પડેલ છે.
સાજડિયાળી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા ના આચાર્ય અને શિક્ષકોએ તેમની શાળા ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો સાથે સ્વાદિષ્ટ બિસ્કિટ ની ભેટ આવા બદલ સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો…