ગોંડલના એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ એડીબલ એન્ડ ઓઇલ સીડસ એસોસિએશન ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
સીંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે ક્યાંય ભેળસેળ થતી નથી: સમીર શાહ
આ વખતે મગફળીનું ખુબ ઉત્પાદન થશે ત્યારે ખેડુતોના હીત પણ જરૂરી
ગુજરાત રાજ્ય ખાદ્યતેલ તેલિબિયા સંગઠનનો પ્રથમ સામાન્ય સભા એપીએમસી ગોંડલના હોલમાં મળી હતી. તેમાં ઓલમોસ એચપીસી શીંગદાણા ઉત્પાદકો વેપારીઓ, દલાલો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલરિયા મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા વિસાવદર યાર્ડના સેરમેન વિનુભાઈ, અતિથિ વિરોષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના પ્રમુખ સમીરભાઈ શાહે ખાદ્યતેલના ઉદ્યોગમાં પ્રવર્તતી સમસ્યાઓ સંભવિત ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
સમીરભાઈ તાજેતરમાં પૂર્વ મંત્રી નીતિનભાઈ પટેલના ઉચ્ચારણ વિષે, તેમજ અમુક મીડિયા દ્વારા કરાયેલ નકારાત્મક રીપોરીંગનો કડક શબ્દમાં વિરોધ કર્યો હતો. અને ખુબ જ મક્કમતાથી જણાવ્યું હતું કે કે સીંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે ક્યાંય ભ ૫ ભેળસેળ થતી । અને ઓઈલ નથી મીલ પ્રત્યે જે પ્રકારનું વલણ દાખવવામાં આવે છે. તે અયોગ્ય છે. મગફળીના વધતા ઉત્પાદનને કારણે આ વર્ષે સીંગતેલનું ઉત્પાદન વધારવાનું છે. ત્યારે તેનોસરળતાથી વિકાસ થાય તે માટે શીંગદાણા અંગે શીંગતેલમાં રહેલ પોષક દ્રવ્યો વિશે જાહેર જનતાને અવગત કરવાનીવાત કરી હતી. અને તેમાં ખેડુતોને હિત જળવાયુ રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લેવલે પણ પ્રચાર કરવાની માંગણીકરી હતી.
આયાતી તેલ પર ૨૦ % આયાત ડયલુટી વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવ્યો હતો. એનએસપી પર વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા મગફળી ખરીદવાના નિર્ણય વિશે, અફસોસ વ્યક્ત કર્યો હતો. અને તેને બદલે ભાવાંતર યોજના લાગુ ન કરવા બદલ વસવસો । વ્યક્ત કર્યો હતો. ગોંડલ એપીએમસીના ચેરમેને અલ્પેશભાઈ ઢોલરિયાએ પણ મગફળી અંતે સીંગતેલમાં રહેલ પોષક દ્રવ્યોની વાતનું સમયે ન કર્યું હતું. અંતે એપીએમસીમાં મગફળીની ખરીદી મોટાપ્રમાણમાં થાય તે માટે જરૂરી તપાસ સુવિધા પુરી પાડવાની વારંધરી ચાલી હતી.
વીસાવદર એપીએમસીના ચેરમેન વિનુભાઈ હાપાણીએ સંગઠન શક્તિ મજબુત બનાવી, જનસહિતના પ્રશ્નો જાગૃત અને સતર્ક રહે તેવા નેતાને સંપૂર્ણ સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈએ મગફળી અને ડુંગળી પકવતા ખેડૂતની પડતી મુશ્કેલીઓ વિશે છલાવટ કરી. આ સંમેલનમાં સ્વાગત પ્રવચન ભરતભાઈ ખાનપરાએ અંતમાં આભારવીધી અશોકભાઈ પરવાડિયાએ અને સંચાલન અજયભાઈ જાનીએ કર્યું હતું.