સ્વચ્છતા જ સેવા : વેસ્ટ ટુ આર્ટ ગોંડલમાં બિનઉપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું.
રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓમાં “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓને ફરી ઉપયોગમાં લઈને તેમાંથી અનેકવિધ વસ્તુઓ બનાવી હતી. વિદ્યાર્થીઓએ ફોટાવાળો ચકડોળ, સુશોભનની વસ્તુઓ, છાપાઓમાંથી બોક્સ અને ઝાડ, પાણીની ટ્રે, પ્લાસ્ટિકની બોટલમાંથી પંખો, વિન્ડ ફાર્મ, વોટર સાયકલ સહીતની ચીજો બનાવી હતી. જેને મુલાકાતીઓએ રસપૂર્વક નિહાળી હતી. આમ, ગોંડલમાં બિનપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું હતું.
સાથેસાથે નકામી વસ્તુઓના યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવા સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો હતો. આ વેસ્ટ ટુ આર્ટ એક્ઝિબિશનમાં ગોંડલ નગરપાલિકાના કર્મચારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.