દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, ૭નાં મોત.

૪૦ લોકો ઈજાગ્રસ્તઃ મૃતકોમાં ૩ બાળકીનો સમાવેશઃ ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માંડમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા

 

દ્વારકાના બરડિયા ફર્ન હોટલ નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે.જેમાં ૩ બાળકો સહીત ૭ લોકોના મોત નીપજ્ય છે.જયારે ४० લોકો ઈજાગસ્ત થતા હોસ્પીટલમાં ખસેડાયા છે.બનાવ અંગેની જાણ થતા સાંસદ પુનમબેન માડમ, મંત્રી મૂળુભાઈ બેરા, ધારા- સભ્ય પબુભા માણેક સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારકાથી જામનગર થઈને અમદાવાદ તરફ જતી હતી ત્યારે ફર્ન હોટેલ પાસે રોડ પર બેઠેલી ગાય તથા આખલાને બચાવવા ડ્રાઈવરે કાવો મારતાં આ બસ ડીવાઈડર કૂદીને સામેથી આવતી ઇકો કાર અને એક સ્વિફ્ટ કાર સાથે અથડાઈ તથા એક બાઈકને પણ અડફેટે લીધું હતું. જેથી ઈકો અને સ્વિફ્ટ કારમાં બેઠેલી બે વ્યક્તિ અને બસમાં બેઠેલી પાંચ વ્યક્તિ સહિત કુલ સાતનાં મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, દ્વારકાથી ૬ કિલોમીટર દૂર જામનગર હાઈવે પર બરડીયા પાસે ચાર વાહનો ધડાકાભેર અથડાયા હતા. જે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. તો ૨૫ જેટલા લોકોને ઈજા પહોંચી છે. ૧૦૮ અને ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તો ૧૫થી વધુ લોકોને સારવાર અર્થે ખંભાળીયા હોસ્પિટલ લઈ જવાયા છે. મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે મદદે દોડી આવ્યા હતા.બરડીયા નજીક એક ખાનગી બસ, એક ઈકો કાર, એક સ્વીફ્ટ કાર અને એક હોન્ડા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ત્યારે દ્વારકા-જામનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને સ્ટેન્ડબાય રહેવાના આદેશ અપાયા છે. રાજ્યમંત્રી મુળુભાઈ શુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિ અને ડીવાયએસપી સાગર રાઠોડ તેમની ટીમ સાથે રેસ્ક્યુ અને સારવાર માટે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે.

અકસ્માતમાં ગાંધીનગરના કલોલના હેતલ અર્જુન ઠાકુર ઉ.વ. ૨૮, પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર ઉ.વ ૧૮, તાન્યા અર્જુનભાઈ ઠાકુર ઉ.વ ૩, રીયંશ કિશનજી ઠાકુર ઉ.વ ૨, વીરેન કિશનજી ઠાકુર, ચિરાગ રાણાભાઈ બારિયા ઉ.વ ર૬ અને એક અજાણી સ્ત્રીનું મોત નીપજયાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!