લો..બોલો.! હવે નકલી યુવરાજ સામે આવ્યા: ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે:રાજવી પરિવાર ને કરવી પડી ચોખવટ:મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી.
ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજી ને કારણે આજે પણ ગોંડલ રાજ્ય ની અને રાજવી પરીવાર ની ખ્યાતિ દેશ વિદેશ માં ફેલાઈ છે.ત્યારે યદુવેન્દ્સિહ નામની વ્યકિત એ પોતે ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભો માં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગીછે.બીજી બાજુ રાજવી પરીવારે આ વ્યક્તી ને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરીછે.રાજવી પરીવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.
નકલી ડોક્ટર, કલેકટર,પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાજ્ય નાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારાં પણ પડ્યા છે અને સમાજ ને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે.
તાજેતર માં મહેસાણા,ગોતા સહિત નાં કાર્યક્રમો માં યદુવેન્દ્સિહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિત નાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્ય નાં ઉપલેટા,ધોરાજી અને ખુદ ગોંડલ નાં કેટલાક સુજ્ઞ નગરજનો નાં ઓ..તારી’ સાથે ભવા વંકાયા હતા.લોકો ગોંડલ રાજવી પરિવાર થી સુપેરે પરિચિત હોય આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા તેવા સવાલ સાથે રાજવી પરિવાર ને જાણ કરી હતી.
વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો.રાજ્ય નાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા.તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલ નાં રાજવી બન્યા છે.રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી??
ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડીછે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે ધંધુકા માં આસ્થા ફાઉન્ડેશન નાં સમારોહ માં, અમદાવાદ માં ઉમીયા ફાઉન્ડેશન નાં કાર્યક્રમ માં અને તાજેતર માં ગોતા ખાતે ક્ષત્રીય અસ્મિતા મંચ નાં નેજા હેઠળ યોજાયેલ ,ક્ષત્રીય રાજવીઓ નાં સંમેલન માં યદુવેન્દ્સિહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળીછે.હદ તો ત્પારે થાય છે કે આ યદુવેન્દ્સિહે રાજવીઓ નાં સંમેલન માં ગોંડલ યુવરાજ તરીકે ઉદ્બબોધન પણ આપેલુ હતુ.
આ યદુવેન્દ્સિહ નાં પરદાદા ને ગોંડલ રાજ્ય ની નવ પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિહજી થી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામ નાં બે ગરાસ અપાયા હતા.એ સદીઓ પહેલા ની વાત છે.બાદ અને હાલમાં યદુવેન્દ્સિહ ને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સ્નાનસુતક નો પણ સબંધ નથી.ગોંડલ નાં રાજવી હિમાંશુસિહજીએ હજુ લગ્ન પણ નથી કર્યા તો યુવરાજ હોવાનો કોઈ સવાલ જ નથી.હાલ ગોંડલ સ્ટેટ નો કારોબાર રાજમાતા કુમુદકુમારીજી ચલાવી રહ્યા છે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે કોઇ પણ સંસ્થા કે સમાજે ગોંડલ નાં રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉ થી ગોંડલ સ્ટેટ ની મંજુરી લેવી આવશ્યક છે.તેવુ જણાવ્યુ હતુ.
રાજવી પરિવાર દ્વારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે.