સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા.

Loading

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, જૂઓ વીડિયોસોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા
36 JCB અને 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા
જૂનાગઢ રેન્જ આઈજી, 3 SP, 50થી વધુ PI સહિત 1200 પોલીસ જવાનનો કાફલો તૈનાત રહ્યો

 

https://x.com/nirnaykapoor/status/1839874520640827746?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1839874520640827746%7Ctwgr%5Ecf8da0c78d476a2d475142eddee1d544c8191913%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

સોમનાથમાં ફરી એકવાર મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત મોડી રાતથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા ઉપર થયેલા ગેરકાયદે દબાણોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી ત્યાં જૂનાગઢ રેન્જ આઈજી, 3 જિલ્લા પોલીસવડા તેમજ 50 PI સહિત 1200થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

દબાણોમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો

આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર થયેલા દબાણોમાં મોટાભાગના ધાર્મિક સ્થાનો છે. જે ગેરકાયદે ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. લગભગ એકાદ મહિનાના સર્વે બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ડીમોલેશનનો વિરોધ કરનારા સામે અટકાયતી પગલાં લેવાયા

આ ડીમોલેશનમાં વહીવટી તંત્ર દ્વારા 36 જેસીબી અને 50થી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહી દરમિયાન રાત્રીના સ્થાનિકોના ટોળા એકઠા થયાં હતા. જેના લીધે પોલીસે ટોળાંને વિખેરીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમિયાન અનેક લોકો સામે અટકાયતી પગલાં પણ લીધાં હતા.

error: Content is protected !!