ગોંડલ યાર્ડ માં ચાઇના નુ લસણ ઘુસાડ્યા ની ચર્ચિત ઘટના માં કંડલા કોરેન્સટાઇન રીસર્ચ નો રીપોર્ટ:લસણ ચાઇનાનું હોવાની શક્યતા નથી:રિસર્ચ માટે પુના મોકલાયુ.
ગોંડલ માર્કેટ યાર્ડ માં ગત તા.5 નાં પ્રતિબંધિત ચાઇના નું લસણ મળી આવ્યા ની ઘટના નાં દેશભર માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.વર્ષ ૨૦૦૬ માં કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના નાં લસણ પર પ્રતિબંધ લાદ્યા બાદ પણ ગોંડલ યાર્ડ માં લસણ મળી આવ્યું હોય દેશભર નાં માર્કેટ યાર્ડો એ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો.
પ્રતિબંધ ચાઇના નાં લસણ અંગે પોલીસે તપાસ હાથ ધરી લસણ લઈ આવનાર ઉપલેટાના વેપારી અલ્તાફભાઇ ની પુછપરછ કરતા મુંબઈ થી લસણ નો જથ્થો આવ્યા નું જણાવ્યુ હોય બી ડીવીઝન પોલીસ નાં પીએસઆઇ જાડેજા એ મુંબઈ જઈ તપાસ હાથ ધરીછે.
બનાવ અંગે તપાસનીશ પી.આઇ. જે.પી.ગોસાઈ એ જણાવ્યુ કે લસણ ખરેખર ચાઇના નું છે કે કેમ તે ખરાઈ કરવા લસણ નું સેમ્પલ કંડલા કોરેન્ટાઇન રિસર્ચ સેન્ટર માં મોકલાયુ હતુ.તેના રીપોર્ટ મુજબ આ લરણ ચાઇના નુ હોવાની શક્યતા નથી. ઉપરાંત તેમા ફંગસ કે વાયરસ નથી.હવે લસણ નાં સેમ્પલ ને વધુ ખરાઈ કરવા ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર પુના ખાતે મોકલાયુ છે.