ગોંડલની ગંગોત્રી સ્કુલમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી.

ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ વિઘ્નહર્તા દેવ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે.

આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગંગોત્રી સ્કુલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકગણ દ્વારા મરાઠી પહેરવેશમાં ગણપતિજીની ધૂન અને કરતાલ રાસ દ્વારા વાજતે-ગાજતે ગણપતિ દાદાને ગંગોત્રી સ્કુલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ તકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગણપતિજીની સ્થાપના સાત દિવસ માટે કરવામાં આવેલી હોય જ્યાં અલગ-અલગ શણગાર સજવામાં આવશે. દરરોજ સવારે આરતી, બપોરનો થાળ અને સાંજે આરતી કરવામાં આવશે.

error: Content is protected !!