ગોંડલ નગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નગરપાલિકા ટીમની પર્યુષણ પર્વ માં જીવદયા ની ઉત્તમ કામગીરી.

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છાપરવડી ડેમમાં બપોરે અઢી વાગ્યાથી ઉપરવાસ વરસાદના કારણે નદી માં ઘોડાપૂર આવેલ તેમાં ૧૦ થી વધારે સ્વાન બેઠા હતા અને ડેમના પાણીમાં ઘેરાઈ ગયા હતા

તે જાણ લુણીવાવ ગામના ઉપસરપંચ ઋષીરાજસિંહ જાડેજાએ ગોંડલ નગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેનને રાતે ૧૧ વાગે ફોન કરી જાણ કરેલ રાજેન્દ્રસિંહે તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સંજય વસાણી તેમજ ચેરમેન રફિકભાઈ કઇડા અને સમગ્ર ફાયર ટીમને તાત્કાલિક સ્થળ ઉપર બોલાવી ને રેસ્ક્યું ઓપરેશન કરી દસ સ્વાન નો મોડી રાત્રે જીવ બચાવી યોગ્ય ખોરાક આપી જીવદયા નું પર્યુષણપર્વ માં ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ .

error: Content is protected !!