ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનની જાહેર હરાજી કરવામાં આવી : એક દુકાનનો ઉંચો ભાવ રૂપિયા 85 લાખ બોલાયો : હરાજીની તમામ રૂપિયાની આવક યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે.

ગુજરાત રાજ્યનું અગ્રીમ અને સમગ્ર ભારત દેશના મોડેલ માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉપજ જણસીઓના ખરીદ વેચાણના વેપાર ધંધા માટે ઓફિસ – કમ શોપ બિલ્ડિંગમાં પાઘડીથી દુકાનોની ફાળવણીની જાહેર હરાજી યાર્ડમાં આવેલ કિસાન ભવન હોલ ખાતેક રવામાં આવી હતી.

 

ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજરોજ સવારે 10 વાગ્યે યોજાયેલ 30 દુકાનોની હરાજીમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, મોરબીના 120થી વધુ વેપારીઓ માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ભાગ લીધો હતો. અને હરાજી પેહલા તમામ વેપારીઓએ યાર્ડની ઓફિસ મારફત ફોર્મ ભરી 10 લાખ ડિપોઝિટનો ચેક જમા કરાવેલ હતો. ત્યારબાદ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો.

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુંકે સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે સૌ પ્રથમ પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર કરે છે. કારણકે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે.

ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ માંથી વેપારીઓ જાહેર હરાજીમાં આવ્યા હતા.

જાહેર હરાજી દરમ્યાન એક દુકાનનો ઊંચો ભાવ રૂપિયા 85 લાખ તેમજ નીચો ભાવ રૂપિયા 70 લાખ રૂપિયા બોલાયો હતો. જાહેર હરાજીમાં 30 દુકાનોની હરાજી પૂર્ણ થઈ હતી. હરાજીમાં થયેલ તમામ રૂપિયાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે તેવું યાર્ડના ચેરમેન દ્વારા અંતમાં જણાવ્યું હતું.

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ સવારે યોજાયેલ જાહેર હરાજી દરમ્યાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા, કચરાભાઈ વૈષ્ણવ, વલ્લભભાઈ ડોબરીયા, મનીષભાઈ ગોલ, કુરજીભાઈ ભાલાળા, જીતુભાઈ જીવાણી, હરેશભાઈ વાડોદરિયા, રમેશભાઈ લાલચેતા, રસિકભાઈ પડાળીયા યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી તેમજ યાર્ડના કર્મચારી ગણ જાહેર હરાજી દરમ્યાન જોડાયો હતો.

error: Content is protected !!