મોરબીમાંથી સગીર બાળકનું અપહરણ કરનાર મહિલા આરોપીને પોલીસે ઝડપી લીધી.

મોરબીમાંથી સગીર વયના બાળકનું અપહરણ કરનાર મહિલા આરોપીને ઝડપી લઈને સગીર બાળકને શોધી કાઢી પરિવારને સોપવામાં આવ્યો છે

મોરબીમાં રહેતા ફરિયાદીએ તેના ૧૩ વર્ષના દીકરાને મોબાઈલ દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની પીન લેવા મોકલ્યો હતો અને દીકરો સાંજ સુધી પરત નહિ આવતા મોરબી શહેર અને પોતાના વતનમાં તપાસ કરી છતાં દીકરાનો પત્તો લાગ્યો ના હતો જેથી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખોવાયેલ બાળક એક સાધ્વી જેવી દેખાતી મહિલા સાથે જોવા મળ્યો હતો જે સાધ્વી હાલ જુનાગઢ, પરબધામ સહિતના વિસ્તારમાં આશ્રય લેતી ફરે છે જેથી પોલીસની ટીમ તપાસ અર્થે જુનાગઢ પહોંચી હતી

જ્યાં અપહરણ થયેલ સગીર વયનો બાળક અને આરોપી આશાબેન ઉર્ફે સમીરાનંદ ઉર્ફે શ્રધ્ધાનંદ મોહનલાલ ભીલ (ઉ.વ.૪૨) રહે નીચાકોટડા તા. મહુવા વાળા કેશોદ તાલુકામાંથી મળી આવ્યા હતા જેથી બાળક તેના વાલીવારસને સોપવામાં આવ્યો છે અને મહિલા આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!