ગોંડલ પંથકમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ પરિવારો માટે રીબડાના રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્ડેશનની ટીમ ખડે પગે.
તાલુકાના અનેક ગામોમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ 100 કરતા વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરીને ફાઉન્ડેશને કરી રહેવા અને ભોજનની વ્યવસ્થા…
હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈને જળ બંબાકાર બન્યા છે.
આકાશમાંથી વરસેલ આફતને લઈને ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે.જેમને લઈને રીબડાના પૂર્વ ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી જાડેજાના પૌત્ર તેમજ RAR ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા-રીબડાએ પણ તંત્રની સાથે તાલ મેળવીને સેવા કાર્ય કરેલ છે.
ગોંડલ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઈને અનેક ગામોમાં ગરીબ પરિવારો આફતમાં મૂકાઈ જવા પામ્યા છે.ગાંડીતૂર નદીઓને લઈને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનો ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જવા પામ્યા છે.
ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિભારે વરસાદને કારણે નાગરીકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી હતી.આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કાંઈ પણ તકલીફ હોય તો RAR ફાઉન્ડેશનના કંટ્રોલ નંબર ઉપર સંપર્ક કરવાનું જણાવ્યું હતું.
ગોંડલ પંથકમાં રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્ડેશનની ટીમ તંત્ર સાથે સેવા કાર્યોમાં ખડેપગે જોવા મળી છે.ત્યારે ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકોનું સ્થળાંતર કરીને RAR ફાઉન્ડેશને તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી.
ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપીને તેમની રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી.આ સાથે જ જાણવા મળતી વિગતો મુજબ રીબડાના રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્ડેશને 100 કરતા વધુ ગરીબ પરિવારના લોકોનું સ્થળાંતર કરીને આફતમાં અનોખું સેવા કાર્ય કરેલ છે..