હળવદ તાલુકાના વેગડવાવ ગામના ૨૨ વર્ષના યુવાને ને પેટ્રોલ છાંટી સળગાવતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ,ગુરુવારે રાત્રે વેગડવાવ ગામ નો ૨૨ વર્ષના વિક્રમ હરિભાઈ કોળી ને આજ ગામના કોઈ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હનુમાનજીના મંદિર રૂમમાં પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો વિક્રમ પર પંટ્રોલ છાંટતા શરીર પર ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે અને માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં ગંભીર હાલતમાં વિક્રમને સારવાર માટે ખસેડવામાં આવ્યો સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલ મોત નીપજયું હતું આ બનાવના પગલે હળવદ પોલીસના સ્ટેશન ના પી એસ આઈ પી જી પનારા બીટ જમાદાર ભરતભાઈ આલ સહિતના સ હોસ્પિટલ અને વેગડવાવ ગામે દોડી ગયા હતા ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી