કોરોનાનો ભરડો: ગોંડલનો રાજવી પરિવાર સંક્રમણનો શિકાર, સ્ટાફ હોમ ક્વૉરન્ટાઇન

  • મહારાજા અને મહારાણી કોરોના પોઝિટિવ આવ્યાં
  • તેઓને પેલેસ પર જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં
  • કર્મચારીઓને પણ ક્વૉરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ

ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફેલાવો સતત વધી રહ્યો છે. હજી પણ કોરોના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. અત્યાર સુધીમાં મોટા-મોટા નેતાઓ, ડૉક્ટરો, નર્સો, પોલીસ સહિતનાં અનેક કોરોના વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ત્યારે હવે રાજકોટના ગોંડલનો રાજવી પરિવાર પણ કોરોના સંક્રમિત થતા ભારે ખળભળાટ મચી ગયો છે. ગોંડલના રાજવી પરિવાર માં મહારાજા અને મહારાણી કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેને લીધે તેઓને તેમનાં પેલેસ પર જ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટનાં ગોંડલમાં હજુર પેલેસનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને તેમના હજુર પેલેસનાં નિવાસસ્થાને જ હોમ આઈસોલેટ એટલે કે ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ મામલે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયું છે. આરોગ્ય તંત્ર દ્વારા પેલેસના કર્મચારીઓને પણ ક્વૉરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

error: Content is protected !!