હળવદમાં યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર.

હળવદના ભવાની નગર વિસ્તારમાં વેગડવાવ રોડ પર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ૨૧વર્ષનો યુવક લાલા ભાઈ ગોરધનભાઈ સારલા નામના શખ્સને મોબાઇલની ચોરી બાબતે એ જ  વિસ્તારના રહેવાસી પકો નવલગીરીબાવાજી, રવિભાઈ ભુરા ભાઈ રબારી અને  અનિલભાઈ જેરામભાઈ કોળી સહિતના ત્રણ શખ્સોએ ગત તારીખ ૨૯/૭ ના રોજ લાકડી વડે હુમલો કરી ને ગંભીર ઈજા પહોચાડી હતી જે ઘટના બાદ બે દિવસ બાદ લાલાભાઈ   સારલા નુ મોત નીપજ્યું હતુ.
 ત્યારે લાલાભાઈની માતા લાભુબેન પ્રદીપભાઈ દવે એ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે હત્યાની હળવદ પોલીસમાં ફરિયાદ કરેલ જેની તપાસ હળવદ પોલીસના પી આઈ પી એ દેકાવાડીયા ચલાવી રહ્યા હતા ‌જે માં ત્રણેય આરોપીને  ને પોલિસ એ દબોચી લીધા હતા અને સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ અને કોર્નટાઇન  સહિત ની પ્રક્રિયા બાદ સોમવારે કોર્ટમાં રજૂ કરતાં હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ  દેકાવાડીયાએ ૩ દિવસના રિમાન્ડ માંગતા હળવદ કોર્ટે એ ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે પોલીસે આવતી કાલે  મંગળવારે  ત્રણ આરોપીઓને કોર્ટમાં  રજૂ કરશે તેમ પોલીસ સુત્રો ઓ જણાવ્યું હતુ.

હળવદ .રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!