હળવદ પાલિકાના સીવીલ એન્જિનિયર સહિત બે વ્યકિતઓના કોરોનો પોઝિટિવ આવ્યો.

હળવદ પાલિકાના સીવીલ એન્જિનિયર સહિત બે વ્યકિતઓના
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મુળ સુરેન્દ્રનગર ના અને હાલ  હળવદ  નગરપાલિકામાં સીવીલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના હરેશભાઈ મણીલાલ મકવાણા અને હળવદ નાકુભાર પરા માં રહેતા ૪૫ વર્ષ ના દિલીપભાઈ  બાબુભાઈ પ્રજાપતિ સહિતના બે વ્યક્તિઓ ના કોરોના  સેમ્પલ હળવદ ની  સરકારી હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ હતા  બંને નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ત્યારે હળવદ મા  બે કેસ કોરોના પોઝિટિવ આવતા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૩૩ પર પહોચી હતી  ત્યારે હળવદ ના કુભાર પરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા ડો ભાવિન ભટ્ટી મામલતદાર . પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ કોરોના ગ્રસ્ત વિસ્તાર માં જવા ની તજવીજ હાથ ધરી હતી

error: Content is protected !!