ભારત રત્ન’ પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ કોરોનામાં સપડાયા, ટ્વીટ કરી માહિતી આપી

  • સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કઢાવવા અને આઇસોલેટ થવા અપીલ કરી
  • કોરોનાએ ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક VVIPઓને ચપેટમાં લીધા 
  • દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22,15,075 પર પહોંચી ગઈ

નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોના અટકવાનું નામ લઇ રહ્યું નથી. ઓછા વત્તા પ્રમાણમાં દરેક જગ્યાએ એણે પગ પેસારો કરી લીધો છે. હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ કોરોનામાં સપડાયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિલટમાં દાખલ કરવા પડ્યા છે.

પ્રણવ મુખરજીએ સોમવારે બપોરે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે,

” આ વખતે હોસ્પિટલની યાત્રા એક અલગ પ્રક્રિયા માટે છે. હું કોરોના વાઇરસ પોઝિટિવ થયો છું. છેલ્લા એક સપ્તાહમાં જેટલા લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેમને હું રિપોર્ટ કઢાવવા અને આઇસોલેટ થવાની અપીલકરું છું.”

error: Content is protected !!