ગોંડલમાં જુગારના હાટડા ઉપર પોલીસનો દરોડોઃ અડધો ડઝન પતાપ્રેમી પકડાયા

વોરા કોટડા રોડ ઉપર અરવિંદ મેવાળા તેના મકાનમાં જુગાર રમાડતો’તો

ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે દરોડો પાડી છ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર મફતીયામાં રહેતો અરવિંદ બટુકભાઇ મેવાળા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ઇન્ચાર્જ પી.આઇ. કે. એન. રામાનુજના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.પી. ઝાલા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાન માલીક અરવિંદ મેવાળા, પુના રામભાઇ ગેલતર, વિમલ ધીરૂભાઇ બાવરીયા, કિશન જલાભાઇ બાંભવા, કૌશિક વિરેન્દ્રભાઇ ગોસ્વામી તથા નીતેશ કાંતીભાઇ કુંડલા રે. તમામ મફતીયાપરા વોરા કોટડા રોડને રોકડા રૂ. ૩ર૧૭૦ તથા મોબાઇલ મળી કુલ રૂ. પપ,૧૭૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં સીટી પોલીસના હેડ કો. જયદીપસિંહ ચૌહાણ, વિશ્વરાજસિંહ ચુડાસમા, વિશાલભાઇ ગઢાદરા, પો. કો. અરવિંદભાઇ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, ખોડુભા ગોહિલ, રાજનભાઇ સોલંકી તથા જયસુખભાઇ ગારેભડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

error: Content is protected !!